Site icon Revoi.in

કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના 14 ખેલાડીઓ આજે મુંબઈથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા

Social Share

દિલ્હીઃ- દેશભરના ક્રિકેટ પ્રેમીઓ ભારે ઉત્સાહથી ટી 20 વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા છએ,16ન ઓટ્કોબરથી આ મેચનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે ટીમ ઈન્ડિયાના 14 ખેલાડીઓ આ મેચ માટે ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થઈ ચૂક્યા છે.

આ વર્ષે ICC મેન્સ T20 વર્લ્ડ કપ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહ્યો છે અને તેમાં ભાગ લેવા માટે 14 સભ્યોની ભારતીય ટીમ ગુરુવારે એટલે કે આજરોજ સનારે મુંબઈથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ હતી.

ઉલ્લેખનીય છએ કે આ ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરના રોજ ક્વોલિફાઈંગ રાઉન્ડની મેચો સાથે શરૂ થશે અને ત્યારબાદ સુપર 22 ઓક્ટોબરથી મેચ શરૂ થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે.

જો કે ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆતના બે અઠવાડિયા પહેલા જ ઓસ્ટ્રેલિયાની સ્થિતિથી સારી રીતે પરિચિત થવા માટે રવાના થઈ ગઈ છે. ટી-20 વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલા ઓછામાં ઓછા અડધા ભારતીય ખેલાડીઓને ઓસ્ટ્રેલિયામાં રમવાનો અનુભવ નથી, તેથી તેમને ત્યાં બાઉન્સની હેબિટ માટે પ અને થોડો સારો પ્રેક્ટિસ સમય મળે તે માટે, ભારતીય ટીમ મેનેજમેન્ટે તેઓને વહેલી તકે મોકલાનો નિર્ણય કર્યો છે.

ટીમ ઈન્ડિયાના 14 ખેલાડીઓ ઉપરાંત, ચિત્રમાં જમણી બાજુએ, મુખ્ય કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ભારતીય ટીમના 16 સપોર્ટ સ્ટાફ દજોવા મળ્યો છે. એટલે કે ઓસ્ટ્રેલિયા જતી ભારતીય ટીમમાં જેટલા ખેલાડીઓ છે તેના કરતા વધુ સપોર્ટ સ્ટાફ જોઈ શકાય છે.

 

Exit mobile version