1. Home
  2. ગુજરાતી
  3. Regional

Regional

વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો ફ્લેગ ઓફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો

અમદાવાદઃ પરંપરાગત ખેતીની દિશા બદલવામાં નેનો ટેકનોલોજીથી બનેલું નાઇટ્રોજન યુક્ત નેનો યુરિયા લિક્વિડ ખાતર ધરતીપુત્રો માટે ઉપયોગી બનશે તેવો મત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ ઇફકો-કલોલ દ્વારા ઉત્પાદિત વિશ્વના પ્રથમ એવા પર્યાવરણ અનુકૂળ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો ફ્લેગ ઓફ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુરિયાની વ્યાપક […]

કચ્છમાં ફરી ધરા ધણધણીઃ 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવતા હોય છે. દરમિયાન બપોરના સમયે કચ્છમાં ભરીથી ધરા ધણધણી હતી. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. આ ભૂકંપની તીવ્રતા લગભગ 4.2ની નોંધાઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિમી દૂર નોંધાયું હોવાનું જાણવા મળે છે. સદનસીબે આ આંચકામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. […]

અંબાજીમાં માતાજીના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યા દર્શન

અમદાવાદઃ મા અંબાના આશીર્વાદથી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તેવી મનસા થી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદ્યશકિત ધામ અંબાજી મંદિરમાં માતાજીની આરતી કરી સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃધ્ધિ અને સલામતિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંજલિબહેન રૂપાણી સાથે આદ્યશકિત મા અંબેના દર્શન અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. […]

લો બોલો, અમદાવાદમાં તસ્કરો ટ્રાફિક પોલીસની મેમો બુક અને વાયરલેસ સેટ ચોરી ગયા

અમદાવાદઃ શહેરમાં તસ્કરોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ તસ્કરો હવે પોલીસ અધિકારીના નિવાસસ્થાન કે પોલીસ ચોકીમાં ચોરી કરતા ખચકાતા નથી. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ટ્રાફિક ચોકીમાં કોઈ અજાણ્યા શખ્સો ઘુસીને ટ્રાફિક મેમો બુક, વાયરલેસ સેટ સહિત 8 હજારની મતાની ચોરી કરી ગયા છે. આ અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સૂત્રોના […]

બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનરે બારડોલીની સુરગ ફેકટરીની લીધી મુલાકાતઃ કાર્યશેલીની મેળવી માહિતી

અમદાવાદઃ ભારત અને બાંગ્લાદેશમાં ખાંડનું મોટી માત્રામાં ઉત્યાદન થાય છે. એશિયામાં સૌથી મોટી સુરગ ફેકટરી બારડોલીમાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનરે આ સુગર ફેકટરીની મુલાકાત લીધી હતી. તેમજ ફેકટરીની કાર્ય શૈલીની માહિતી મેળવી હતી. એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેકટરીની બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર મો.લુંટફોર રહેરામે મુલાકાત લઈને સહકારીતા આધાર પર […]

કોરોનાનો ભરડોઃ દુનિયામાં ત્યાર સુધીમાં 40 લાખથી વધારે લોકોના થયા મોત

ભારત, અમેરિકા, બ્રાઝિલમાં સૌથી વધારે મોત કોરોના માટે અમેરિકાએ ચીનને ઠરાવ્યું જવાબદાર દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોનાની સામે લડાઈ લડી રહ્યાં છે. દુનિયામાં અત્યાર સુધીમાં કોરોના મહામારીમાં 40 લાખથી વધારે લોકોના મોત થયાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પ્રાપ્ત […]

અમદાવાદમાં દેશનું બીજું સૌથી મોટું એક્વેરિયમ તૈયારઃ વિશ્વભરની સમુદ્ર સૃષ્ટિને હવે નિહાળી શકાશે

અમદાવાદઃ શહેરના સાયન્સ સિટીમાં દેશનું બીજું સૌથી મોટું એક્વેરિયમ બનીને તૈયાર થઈ ગયું છે. આ એક્વેરિયમમાં વિશ્વભરની દરિયાઈ પ્રજાતિઓને નજર સમક્ષ જોવા ઉપરાંત ખાસ દરિયાઈ સૃષ્ટિ પર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને શાળામાં ભણતાં નાના બાળકોને માહિતીની સાથે મનોરંજન મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના નિવેદનમાં આ અંગે […]

ગુજરાતઃ 77 આઈએએસ અધિકારીઓની સાગમટે બદલી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલીક દિવસોથી સનદી અધિકારીઓની બદલીઓની અટકળો ચાલી રહી હતી. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે 77 આઈએએસ અધિકારીઓની સામગટે બદલી કરી હોવાનું જાણવા મળે છે.  રાજકોટના મનપા પૂર્વ ડેપ્યુટી કમિશનર અરુણ મહેશ બાબુની રાજકોટ જિલ્લા ક્લેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનમાં ડિરેક્ટર […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનએ એરપોર્ટ પરથી કચરો ઉપાડવાનું બંધ કરી દીધું

અમદાવાદઃ  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા શહેરના ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટનો કચરો લેવાનું એક વર્ષથી બંધ કરી દેવાયું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને એરપોર્ટના સંચાલકોને પ્રોસેસ પ્લાન્ટ લગાડી કચરાનો નિકાલ કરવા આદેશ કરી દીધો છે. આ અંગે એરપોર્ટનું સંચાલન કરતી કંપનીના પ્રતિનિધિઓએ મ્યુનિ. ના અધિકારીઓને કચરો ઉપાડવા રજૂઆત કરી હતી પણ તેમણે ના પાડી […]

બનાસ ડેરી ખેડુતો પાસેથી બટાકા ખરીદીને ગ્રાહકોના આંગણે પહોંચાડશે

ડીસા : બનાસકાંઠા એ બટાકા ઉત્પાદનનું હબ ગણાય છે. ડીસા વિસ્તારમાં તો બટાકાનું એટલું બધુ ઉત્પાદન થાય છે, કે બટાકાના મોટા ગંજ ખડકાય છે. દર વર્ષે બટાકાનું લાકો ટન ઉત્પાદન થતું હોવા છતાં નથી તો ખેડુતોને પુરતા ભાવ મળતા કે નથી ગ્રાહકોને સસ્તા બટાકા મળતા. આથી ખેડુતોને પુરતા ભાવ મળી રહે અને ગ્રાહકોને પણ સસ્તા […]