
મોરબી અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મચ્છુ ડેમના દરવાજા ખોલાયા
અમદાવાદઃ હાલ, દેશમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે દેશના મોટાભારના જળાશયો, નદી-નહેરો અને દરેક જિલ્લામાં બનાવવામાં આવેલા ડેમમાં પાણી નક્કી કરેલા સ્તરથી ઉપર આંકવામાં આવી રહ્યું છે. તેના કારણે સરકારના વહીવટીતંત્રને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. તો ગુજરતના અનેક ડેમમાં પાણીનો હદ કરતા વધારો થઈ રહ્યો છે.
• ગામમાં નાગરિકોને સાવચેતીના પગલા હાથ ઘરવાનું કહેવામાં આવ્યું
ત્યારે ગુજરાતના મોરબી જિલ્લાના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ ડેમમાં પાણીના ઘોડાપૂર વહી રહ્યા છે. તો આ સાદુળકા ગામમાં નાગરિકોને સાવચેતીના પગલા હાથ ઘરવાનું કહેવામાં આવ્યું છે. તે ઉપરાંત ડેમમાં પાણીનો સતત વધારો થતો હોવાથી, હાલ ડેમનાં દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તો તેની સાથે મોરબી જિલ્લામાં મચ્છુ ડેમની નજીક આવેલા તમામ ગામ જેવા કે ગોર ખીજડીયા, વનાડિયા માનસર, નારાયણકા, નવા સાદુળકા-જૂના સાદુળકા, રવાપર, ગુંગણ, જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ ઉપરાંત અનેક ગામમાં નાગરિકોને નદીની અને ડેમની નજીક આવેલા નીચાણવાળા વિસ્તારમાં નહીં જવાની સૂચના પાઠવવામાં આવી છે.
• વરસાદની સ્થિતિ કાબૂમાં મેળવવો પડકાર સ્વરૂપે સાહિત થઈ રહ્યો છે
તો બીજી તરફ મોરબી જિલ્લામાં વહીવટીતંત્રએ પણ કમર કસીને વરસાદમાં બચાવ કામગીરી હાથ ધરી છે. મોરબી પંથકમાં આવેલા તમામ નિચાણવાળા વિસ્તારમાં બચાવકર્મીઓને ખડપગે ઉભા રહ્યા છે. જોકે સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ હોવાને કારણે સરકાર માટે વરસાદની સ્થિતિ કાબૂમાં મેળવવો પડકાર સ્વરૂપે સાહિત થઈ રહ્યો છે.