1. Home
  2. Tag "heavy rains"

ભારે વરસાદને લીધે અમદાવાદ-પાલનપુર હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો

પાલનપુરમાં 7 ઈંચ વરસાદથી રોડ-રસ્તાઓ અને દૂકાનોમાં પાણી ફરી વળ્યા, પાલનપુરથી આબુરોડને જોડતા હાઇવે પર પાણી ભરાયા, પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા અને ડીસા તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઈ પાલનપુરઃ બનાસકાંઠામાં ભારે વરસાદ પડ્યો છે.જેમાં પાલનપુરમાં 7 ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. ઘરો-દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને, પાલનપુર-અમદાવાદ હાઈવે […]

ભારે વરસાદને લીધે વીજ વિક્ષેપ સર્જાતા સૌરાષ્ટ્ર-કચ્છના 167 ગામોમાં અંધારપટ

1181 વીજ ફીડરોમાં વિક્ષેપ સર્જાયો, ભાવનગરના 74, મોરબીના 26 અને અમરેલીના 20 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, વીજ પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમ ફિલ્ડમાં ઉતરી અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ વિપેક્ષ સર્જાયો છે. અને 167 ગામોમાં અંધારપટ સર્જાતા પીજીવીસીએલના કાર્મચારીઓએ વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી આરંભી દીધી છે. […]

ભારે વરસાદ અને પૂરને કારણે આસામ, સિક્કિમ અને મણિપુરમાં પરિસ્થિતિ વણસી, પીએમ મોદીએ મદદની આપી ખાતરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ અને મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લા સાથે પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી છે. પીએમ મોદીએ શક્ય તમામ મદદ અને સમર્થનનું આશ્વાસન આપ્યું છે. આ દરમિયાન, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ ટ્વીટ કર્યું, ‘થોડા સમય પહેલા પ્રધાનમંત્રીએ […]

કચ્છમાં અતિવૃષ્ટિને લીધે 75 રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા

માર્ગ મકાન અને પંચાયત વિભાગના 48 રસ્તના કામો હાથ ધરાયા, કેટલાક રસ્તાઓ પર હજુ પણ પાણી ભરાયેલા છે, વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા લોકોને અપીલ ભૂજઃ કચ્છમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે 75 જેટલા રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેમાં કેટલાક રસ્તાઓનું નામોનિશાન પણ જોવા મળતું નથી. હવે વરસાદે વિરામ લેતા ક્ષતિગ્રસ્ત થયેલા રોડ- રસ્તાઓને તત્કાલ અસરથી […]

ગુજરાતઃ ભારે વરસાદના પરિણામે અસરગ્રસ્ત માર્ગોના મરામત માટે કામગીરી શરૂ કરાઈ

અમદાવાદઃ રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે માર્ગમકાન વિભાગ દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે […]

ધારાસભ્યએ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાન બદલ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થયેલ છે. ત્યારે દસાડાના ધારાસભ્ય પી કે પરમારે ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. દસાડાના ધારાસભ્ય પી કે પરમારે મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,  જીલ્લામાં અતિ ભારે વરસાદ પડવાના […]

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો

24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ વરસ્યો  અત્યાર સુધી રાજ્યમાં 111 ટકા વરસી ચુક્યો અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર 1.36 મીમી જ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ […]

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ટ્રેન- એસટી બસ અને વિમાની સેવા બની પ્રભાવિત

ગુજરાતમાં આવતી જતી કુલ 50 કરતાં વધુ ટ્રેન રદ, 50થી વધુ ફ્લાઈટ મોડી પડી, એસટીની 4531 ટ્રીપ બંધ અમદાવાદઃ ગુજરાતમાં અતિવૃતિને લીધે રાષ્ટ્રીય ધોરી માર્ગો સહિત રોડ રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રેન અને એસટી સેવા પ્રભાવિત બની છે. જ્યારે પ્રતિકૂળ હવામાનને લીધે વિમાની સેવાને પણ અસર થઈ છે. વડોદરા, આણંદ, મુંબઈ અને ભુજ તરફ જતી […]

ગુજરાતમાં ભારે વરસાદને લીધે કાલે મંગળવારે તમામ પ્રાથમિક શાળાઓમાં જાહેર રજા

સરકારની સુચનાથી જિલ્લા શિક્ષણાધિકારીઓને સ્કૂલોને કરી જાણ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા માટે સ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવાશે, ગાંધીનગર: ગુજરાતમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 229 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં 32 તાલુકામાં 5થી 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ લખાય છે. ત્યારે પણ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે […]

ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન, ચાર મજૂરોના મોત

એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરુ કરી ઘટના સ્થળ પર જેસીબી મશીન પહોંચવુ અશક્ય દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં મોડી રાત્રે ભારે વરસાદ વચ્ચે રુદ્રપ્રયાગ જિલ્લાના કેદાર ખીણ વિસ્તારમાં ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જવાથી ચાર મજૂરોના મોત થયા છે. તમામ મૃતકો નેપાળના રહેવાસી છે. ટિહરી જિલ્લામાં ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) કમાન્ડર (કમાન્ડન્ટ) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code