Site icon Revoi.in

કેન્દ્રશાસિત પ્રદેશ ગોવામાં 9મે થી 15 દિવસનું કર્ફ્યૂ લાગૂઃ- સીએમ પ્રમોદ સાવંતે કરી જાહેરાત

Social Share

ગોવાઃ-સમગ્ર દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, વધઘતા જતા કોરોનાના કેસને લઈને સ્થિતિ ગંભીર બની રહી છે જેને લઈને અનેક રાજ્યો લોકડાઉન, આંશિક પ્રતિબંધો અને કર્ફ્યૂ તરફ આગળ વધી રહ્યા છએ, ત્યારે દેશનું વધુ એક રાજ્ય કેન્દ્ર સાશિત પ્રદેશ ગોવામાં પણ હવે રવિવારના રોજથી 15 દિવસના કર્ફ્યૂનું અલાન કરવામાં આવ્યું છે.

ગોવાના સીએમ પ્રમોદ સાવંતે શુર્કવારની સાંજે કોરોના મહામારી પર નિયંત્રણ મૃલાવવા માટે રવિવારથી 15 દિવસના કર્ફ્યૂની જાહેરાત કરી છે,આ લોકડાઉન રવિવાર 9 મે ના રોજ સવારથી લાગૂ કરવામાં આવશે,આ સમગ્ર સમયગાળા દરમિયાન સંપૂર્ણ રીતે કર્ફ્યૂ જેવી પાબંધિઓ લગાવવામાં આવશે, જો કે સવારે 7 થી લઈને બપોરના 1 વાગ્યા સુધી જરુરી તમામ ચીજ વસ્તુંઓની સેવા ચાલુ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વધતા કોરોનાના કેસોને લઈને સીએમ એ પહેલાથી જ લોકડાઉન લાગુ કરવાના સંકેત આપ્યા હતા, સીએમ સાવંતે કહ્યું હતું કે ભાજપના તમામ ધારાસભ્યોને કોરોના મહામારી સામે લડવા માટે પોતપોતાના ક્ષેત્રમાં યુદ્ધ રૂમ તૈયાર કરવા જણાવ્યું છે. જેથી સામૂહિક પ્રયત્નો હેઠળ આ મહામારી સામે લડત આપીને તેન હરાવી શકાય

તેમણે વધુમાં કહ્યું કે ભાજપના તમામ ધારાસભ્યો એક કોલ સેન્ટર પણ સંચાલિત કરશે.ચલાવશે, જે 24 કલાક કામ કરશે અને કોરોના દર્દીઓના સંપર્કમાં રહેશે. આ સાથે જસ ગોવામાં આવનારા તમામ પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ હોવો ફરજિયાત રહેશે અથવા તો રસીના બન્ને ડોઝ લીધા હોવાનું પર્માણ પત્ર બતાવવાનું રહેશે.