Site icon Revoi.in

રાષ્ટ્રીય રક્ષા યુનિ.માં અરૂણાચલ પ્રદેશના 15 ડીવાયએસપી ચાઈનિઝ ભાષા શીખી રહ્યા છે

Social Share

અમદાવાદઃ અરૂણાચલ પ્રદેશમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને ચીની ભાષા શીખવી ફરજિયાત છે. કારણ કે અરૂણાચલ પ્રદેશ ચીનની સરહદે આવેલા છે. અવારનવાર ચીનાઓની ઘૂંસણખોરી થતી હોય છે. તેમજ ચીની ભાષાના માધ્યમથી સાયબર ક્રાઈમના પણ બનાવો બનતા હોય છે. અરૂણાચલ પ્રદેશના 15 જેટલા ડીવાયએસપી ચાઈનિઝ ભાષા શીખવા માટે ગુજરાત આવ્યા છે. અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ચાઈનિઝ ભાષાના નિષ્ણાતો પાસેથી ચાઈનિઝ બાષા શીખી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  દેશની સરહદ ઉપરથી અનેકવાર ઘૂસણખોરી થઇ ચૂકી છે. ખાસ કરીને પાકિસ્તાન જેવા દેશમાંથી ઘૂસપેઠ કરતા અનેક લોકોને દેશના જવાનો દ્વારા પકડવામા આવ્યા છે. તેવા સમયે બોર્ડર ઉપર આવેલા રાજ્યની પોલીસ પણ હોશિયાર હોવી જરૂરી છે. ત્યારે અરૂણાચલ પ્રદેશની સીમા ચીનને ટચ કરે છે. ત્યારે આ પ્રદેશની પોલીસ માટે ચાઇનીઝ ભાષા જરૂરી બની જાય છે. ત્યારે હાલમાં દહેગામ પાસે આવેલા લવાડમા આવેલી રાષ્ટ્રિય રક્ષા યુનિવર્સિટીમા 15 ડીવાયએસપી ચાઇનીઝ ભાષા સહિતની તાલીમ લઇ રહ્યા છે.

અરૂણાચલ પ્રદેશના જિલ્લાઓમાં ફરજ બજાવતા 15 ડીવાયએસપી ગત 13મીથી તાલીમ મેળવી રહ્યા છે, યુનિવર્સિટીમાં રહીને જ ચાઇનીઝ ભાષા સહિત અલગ અલગ ગુનામાં ઇન્વેસ્ટીગેશનની તાલીમ મેળવશે. યુનિવર્સિટીના સંચાલકોએ કહ્યુ હતુ કે, ચાઇનીઝ ભાષાની તાલીમ મેળવવા પહેલી બેચ આવી છે. હાલનો સમય બદલાઇ રહ્યો છે. ગુનાખોરીનુ પ્રમાણ વધી રહ્યુ છે. જેમા ખાસ કરીને સાઇબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે. ટ્રેનીંગ ટીચર્સ એજ્યુકેશન અપાઈ રહ્યુ છે, અરૂણાચલ પ્રદેશમાં ઘુસણખોરી વધતી હોય છે, તેવા સમયે પોલીસ અધિકારીઓને ચાઇનીઝ ભાષા શીખવાઈ રહી છે. જ્યારે બોર્ડર પારથી ઘુસણખોરી કરવામાં આવતી હોય છે ત્યારબાદ પકડાયેલા આરોપીની ભાષા સ્થાનિક અધિકારીઓને હોવી જરૂરી છે. જેને લઇને હાલમા ભાષાની તાલીમ આપવામા આવી રહી છે.