Site icon Revoi.in

કોરોનામાં મોટી રાહતઃ છેલ્લા 24 કલાકમાં 16 હજાર 326 કેસ નોંધાયા, એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો હવે ઘટતા જોવા મળી રહ્યા છે, આ ,સાથે જ એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે, રાહતની વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસલથી કોરોનાના કેસ જે નવા નોંધાઈ રહ્યા છએ તેની સંખ્યા 18 હજારથી નીચે આવી ચૂકી છે, જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 હજાર 326 તેસ નોંધાયા છે.

આ સાથે, દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 3 કરોડ 41 લાખ, 59 હજાર 562 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના કારણે કુલ 666 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 4 લાખ 53 હજાર 708 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

કોરોનાની આંકડાકિય માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરી છે જે પ્રમાણે તછેલ્લા આઠ મહિનામાં સૌથી ઓછા સક્રિય કેસ  હાલ નોંધાયા છે. દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા 1 લાખ 73 હજાર 728 નોંધાઈ છે, જે છેલ્લા 233 દિવસમાં સૌથી ઓછી કહી શકાય . સક્રિય કેસ કુલ સંક્રમણના એક ટકા કરતા પણ ઓછા છે. હાલમાં તે 0.51 ટકા જોવા મળે છે, જે માર્ચ 2020 પછી સૌથી નીચો સ્તર  છે.

હાલ દેશમાં રિકવરી રેટ 98.16 ટકા નોંધવામાં આવ્યો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 17 હજાર 677 દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ, 35 લાખ, 32 હજાર, 126 લોકોએ આ મહામારીને માત આપી સાજા થયા છે.

ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસોમાં  દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે જેને લઈને આપણે પુરેપુરી તકેદારીરાખવી જોઈએ, માસ્ક પહેરવું જોઈએ અને ભીડભાડ કરવાનું પણ ટાળવું જોઈએ નહી તો આ કોરોનાનો ટૂંકો આંકડો લંબાતા વાર લાગશે નહી.