Site icon Revoi.in

સંસદમાં હંગામા પર રાજ્યસભામાં વિપક્ષના 19 સાંસદો એક અઠવાડિયા માટે  સસ્પેન્ડ  કરાયા

Social Share

દિલ્હીઃ- લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ કોંગ્રેસના ચાર સાંસદો સામે કાર્યવાહી કર્યાના એક દિવસ બાદ આજ રોજ મંગળવારે વિપક્ષના 19 સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાછે.આ સાથે દ  મોંઘવારી પર સરકાર સામે વિપક્ષના વિરોધ વચ્ચે હવે 23 સાંસદોને સંસદના બંને ગૃહોમાં મોનસૂન સત્રમાં હાજરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આજરોજ મંગળવારે ઉપલા ગૃહમાં કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિપક્ષી સાંસદોએ મોંઘવારી પર પોતાનો વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું હતું. સદનની અંદર સૂત્રોચ્ચાર કરતા વિપક્ષના સાંસદો વેલની એકદમ નજીક આવી ગયા હતા. વિપક્ષી સાંસદોને અધ્યક્ષ દ્વારા વારંવાર તેમની બેઠક પર બેસવા વિનંતી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, અધ્યક્ષે વિપક્ષના સાંસદો વિરુદ્ધ કાર્યવાહી ન કરવા બદલ કાર્યવાહી કરી અને તેમને એક સપ્તાહ માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દીધા.

જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં તૃણમૂલ સાંસદો સુષ્મિતા દેવ, મૌસમ નૂર, ડૉ. શાંતનુ સેન, ડોલા સેન, શાંતનુ સેન, નદીમલ હક, અભિ રંજન બિસ્વાસ અને શાંતા છેત્રી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ છે આ સાથે જ માકપા ના રહીમ, ડાબેરરીના મોહમ્મદ અબ્દુલ્લા અને ડીએમકેના કનિમોઝી પણ સસ્પેન્ડ કરાયા છે

Exit mobile version