Site icon Revoi.in

આગામી બે-ત્રણ વર્ષમાં 200-300 સ્ક્રેપ સેન્ટર શરૂ કરાશેઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

Social Share

દિલ્હીઃ કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરે જણાવ્યું હતું કે, ઓટો સેક્ટરમાં અમારુ ટર્નઓવર રૂ. 7.5 કરોડનું છે. જેમાં રૂ. 3 લાખ કરોડ એક્સપોર્ટના છે. મારો ઉદેશ્ય ભારતીય ઓટો ઉદ્યોગને આગામી 5 વર્ષમાં 15 લાખ કરોડ બનાવવાનો છે. મારુતી સુઝુકીના સ્કેપિંગ ફેસિલિટેશન સેન્ટરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેમણે વધુમાં કહ્યું કે, આ સરકારની મંજૂરી પ્રાપ્ત કરનારુ આ પ્રકારનું પહેલુ સેન્ટર છે.

તેમણે વધુમાં કહ્યું કે, અમે ઈથેનોલ, ગ્રીન હાઈડ્રોજન ઈંધણને પ્રોત્સાહિત કરી રહ્યાં છીએ. પ્રદુષણને ઓછુ કરવા માટે સ્ક્રેપિંગ નીતિ એક મહત્વપૂર્ણ સમાધાન છે. આ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓટો ઉદ્યોગને વધુ પ્રતિસ્પર્ધી બનાવશે. અમને કાચો માલ ઓછી કિંમતે મળશે જેથી ઉત્પાદનની કિંમતમાં પણ ઘટાડો થશે. આગામી બે-ત્રણ વર્ષમાં લગભગ 200-300 સ્ક્રેપ સેન્ટર હશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, સ્ક્રેપ પોલીસીથી કેન્દ્ર અને રાજ્યો બંનેની માલ અને સેવા કર એટલે કે જીએસટી આવકમાં વધારો થશે. નવી સ્ક્રેપ પોલીસીથી કેન્દ્ર અને રાજ્યો બંનેને જીએસટીમાં રૂ. 40-40 હજાર કરોડ સુધીની આવક પ્રાપ્ત થશે.

તેમણે વધુમાં કહ્યું કે, હું નાણા વિભાગ સાથે આ મુદ્દા ઉપર કરીશ કે નવી નીતિ હેઠળ કેવી રીતે કર સંબંધિત છુટછાટ આપી શકાય. જેસટી પરિષદ સાથે આ અંગે વાતની સંભાવના શોધવાનો આગ્રહ કરી રહ્યો છું. નવી પોલીસી હેઠળ ક્યાં વધુ પ્રોત્સાહન આપી શકાય. જો કે, આ અંગે અતિમ નિર્ણય નાણા વિભાગ અને જીએસટી પરિષદ જ કરશે. નવી નીતિ હેઠળ એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જૂના વાહનોમાં કન્વર્ટ કર્યા પછી નવી કાર ખરીદે છે. સ્ક્રેપ. વ્યક્તિને રોડ ટેક્સ પર 25% સુધીની છૂટ આપશે.

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેનિચી આયુકાવાએ જણાવ્યું હતું કે, “ઘણા દેશોની જેમ, અમને એક નીતિની જરૂર છે જ્યાં દર 3-4 વર્ષે વાહનોની ‘ફિટનેસ’ તપાસવામાં આવે. અમારે 15 વર્ષ રાહ જોવાની જરૂર નથી.”