Site icon Revoi.in

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ ઘનીની રેલીમાં વિસ્ફોટ, 24ના મોત, 30 ઈજાગ્રસ્ત

Social Share

અફઘાનિસ્તાનના અધિકારીઓને ટાંકીને આવેલા અહેવાલો પ્રમાણે, દેશના ઉત્તરીય પ્રાંત પરવાન ખાતે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘનીની ચૂંટણી પ્રચાર રેલીની નજીક થયેલા વિસ્ફોટમાં 24 લોકોના મોત નીપજ્યા છે અને અન્ય 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઘનીની પ્રચાર રેલીમાં જઈ રહેલા એક પોલીસ વ્હિકલને લગાવવામાં આવેલા બોમ્બના વિસ્ફોટને કારણે 24 લોકોના મોત નીપજ્યા છે.

ઘનીના પ્રચાર અભિયાનના પ્રવક્તા હમેદ અઝીઝે કહ્યુ છે કે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ ત્યાં જ હતા અને તેઓ સુરક્ષિત છે અને તેમને કોઈ નુકસાન થયું નથી. તેમણે બાદમા વધુ માહિતી આપવાની વાત કહી છે.

પરવાન ગવર્નરના પ્રવક્તા વાહિદા શાહકેરનું કેહવું છે કે આ વિસ્ફોટ મંગળવારે રેલી ચાલી રહી હતી, ત્યારે તેના પ્રવેશદ્વારા ખાતે થયો હતો.

છેલ્લા અહેવાલ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

મહત્વપૂર્ણ છે કે અફઘાનિસ્તાનમાં આ મહીને યોજાનારી રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી પહેલા આખા દેશમાં આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે.