Site icon Revoi.in

આંઘ્રપ્રદેશઃ અચ્ચુતાપુરમમાં આવેલા પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક થવાની ઘટના – 56 થી વધુ કામદારોનું સ્વાસ્થ્ય બગડતા હોસ્પિટલમાં દાખલ

Social Share

આંઘ્રપ્રદેશની કંપનીમાં ઝેરી ગેસ લીક થવાની ઘટના સામે આવી છે,પ્રાપ્ત માહિતી પ્રમાણે વિતેલા દિવસને મંગળવારે આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લાના અચ્યુતાપુરમના બ્રાન્ડિક્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક એપેરલ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ગેસ લીક ​​થવાને કારણે 50થી વધુ મહિલા કામદારોની હાલ બગડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 

ક કંપનીમાં ગેસ લીક ​​થયાની જાણ થયા બાદ કેટલીક મહિલાઓ બીમાર પડી હતી.સ્પેશિયલ ઇકોનોમિક ઝોન મેડિકલ સેન્ટરમાં પ્રાથમિક સારવારની સુવિધા પૂરી પાડવામાં આવી હતી અને બાદમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ગેસ લીક થનાથી કામદારોને ઉલટી આવી રહી હતી સાથે કેટલીક મહિલાઓ બેભાન પણ થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના અધિકારીઓ ગેસ લીક ​​અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે પહોંચવાની અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાની રાહ જોઈ રહ્યા છે. પ્લાન્ટ પરિસરમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.હાલ પણ અહી ઝેરી ગેસની અસર હવામા જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટના 3 જૂને એ જ જગ્યાએ નોંધાઈ હતી જ્યાં 200 થી વધુ મહિલા કામદારો આંખોમાં દુખાવો, ઉબકા અને ઉલ્ટીની ફરિયાદ બાદ બેભાન થઈ ગઈ હતી. તાજી ઘટનાથી સેઝમાં કામદારોમાં ગભરાટ ફેલાયો છે.કામદારોમાં મોટાભાગની મહિલાઓ જ છે જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Exit mobile version