Site icon Revoi.in

ભાદર ડેમમાંથી 150 ક્યુસેક પાણી છોડાતા ધોરાજી તાલુકાના 25 ગામોને સિંચાઈનો લાભ મળશે

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં  રવિ સીઝન બાદ હવે ઉનાળું વાવેતરનો પ્રારંભ થઈ રહ્યો છે. ઘણબધા ખેડુતોએ વાવણી કાર્ય પૂર્ણ કરી દીધું છે. અને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થતાં કેનાલોમાં પાણી છોડવાની માગ પણ ઊઠી છે. ત્યારે ભાદર ડેમ-1માંથી 150 ક્યુસેક પાણી છોવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી ધોરાજી તાલુકાના 25 ગોમોના ખેડુતોને સિંચાઈનો લાભ મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં ઉનાળુ વાવેતરનો પ્રારંભ થઇ ગયો છે અને બીજી તરફ ડેમમાં પણ ઓણસાલ સારા વરસાદના લીધે જળસંગ્રહ પુષ્કળ થયો છે, ત્યારે ભાદર 1 ડેમમાંથી પંથકના ખેડૂતો માટે સિંચાઇ માટે છઠ્ઠું પાણ આપવામાં આવતાં ખેડૂતોમાં ખુશી છવાઇ છે. આ પાણ છોડવાનો નિર્ણય લેવાતાં  ધોરાજી આસપાસના 25 ગામના ખેડૂતોને લાભ થશે અને સમયસર કિસાનો પાક લઇ શકશે.

સિંચાઈ વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાદર 1 ડેમ માંથી ખેડૂતોને સિંચાઈ માટે છઠ્ઠું પાણ આપવામાં આવ્યું છે જેનાથી ધોરાજી પંથકના કેનાલ આધારિત ખેત સિંચાઈ કરતા ખેડૂતોને લાભ મળશે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા  ભાદર-1 ડેમમાંથી  કેનાલોમાં છઠ્ઠું પાણ છોડવામાં આવ્યું છે. જેનાથી ધોરાજી સહિત આસપાસના કુલ 25 જેટલા ગામોની જમીનને આ પિયતનો લાભ મળશે.

ભાદર ડેમના સિંચાઈ યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેર એમ વી મોવલિયાએ  વધુમાં જણાવ્યું હતું કે 150 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું છે. સિંચાઈ માટે કુલ છ પાણ આપવા માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં અગાઉ ખેત સિંચાઈ અર્થે પાંચ પાણ છોડવામાં આવ્યા હતા. હાલ છઠ્ઠું પાણ આપવામાં આવી રહ્યું છે અંદાજે 8500 હેક્ટર જમીનને પિયતનો લાભ મળશે. ભાદર સિંચાઇ યોજના મારફતે ભાદર કેનાલમાં પિયત માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી છે.

Exit mobile version