Site icon Revoi.in

28 કરોડ લોકોએ બનાવડાવ્યુ ઈ-શ્રમ કાર્ડ, જાણો કોણ બનાવી શકે છે આ કાર્ડ

Social Share

દેશના વિકાસમાં આજે પણ શ્રમિક લોકોનો મોટો ફાળો છે, દેશમાં આજે પણ કરોડોની સંખ્યામાં લોકો છૂટક કામ સાથે જોડાયેલા છે અને તેને લેબર કામ પણ કહેવામાં આવે છે. આવામાં આ શ્રમિકોને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં જાણવા મળ્યું કે,અત્યાર સુધીમાં દેશના લગભગ 28 કરોડ લોકો ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા છે.

અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કોઈપણ ભારતીય નાગરિક, જેની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે છે, તે આ યોજનામાં નોંધણી કરાવી શકે છે. અસંગઠિત ક્ષેત્રના કામદારોની શ્રેણીમાં દુકાનદાર/ સેલ્સમેન/ હેલ્પર, ઓટો ડ્રાઈવર, ડ્રાઈવર, પંચર બનાવનાર, ભરવાડ, ડેરીમેન, તમામ પશુપાલકો, પેપર હોકર, ઝોમેટો અને સ્વિગીના ડિલિવરી બોય, એમેઝોન ફ્લિપકાર્ટના ડિલિવરી બોય, ઈંટના ભઠ્ઠા કરવાવાળાં મજૂરો વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે.

ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા અસંગઠિત ક્ષેત્રના કામદારને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે. આનો અર્થ એ છે કે જો કામદાર અકસ્માતનો શિકાર બને છે, તો મૃત્યુ અથવા અપંગતાની સ્થિતિમાં, તેને 2 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. ઈ-શ્રમ કાર્ડધારક અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર કરવાવાળા માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સાર્વજનિક વિતરણ પ્રણાલી, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સામાજિક સહાયતા યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, પ્રધાનમંત્રી રોજગાર સૃજન યોજનાઓનો લાભ પણ મળે છે.

નોંધણી માટે જરૂરી દસ્તાવેજોમાં વ્યક્તિ પાસે તેનું પાનકાર્ડ અને આધારકાર્ડ હોવું જરૂરી છે. પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. આ માટે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઇલ નંબર પણ જરૂરી છે. મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવો જરૂરી છે.