Site icon Revoi.in

ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં 79 દેશની 280 ફિલ્મ દર્શાવાશે

Social Share

નવી દિલ્હીઃ 20 થી 28 નવેમ્બર સુધી ગોવામાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે 79 દેશોની 280 ફિલ્મો દર્શાવવામાં આવશે. ભારતની 25 ફીચર ફિલ્મ અને 20 નોન ફીચર ફિલ્મોને ‘ઈન્ડિયન પેનોરમા’માં પ્રદર્શિત કરવામાં આવશે અને 183 ફિલ્મો આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામિંગનો એક ભાગ હશે. સ્પેનિશ ફિલ્મકાર કાર્લોસ સૌરાને સત્યજીત રે લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. IFFIમાં તેમની 8 ફિલ્મોનું રેટ્રોસ્પેક્ટિવનું આયોજન કરવામાં આવશે. કાર્લોસ સૌરાને બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘દેપ્રીસા દેપ્રીસ’ ના સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો ગોલ્ડન બિયર પુરસ્કાર આપવામાં આવ્યો છે. આશા પારેખની ત્રણ ફિલ્મ તીસરી મંજિલ, દો બટન અને કટી પતંગ ‘આશા પારેખ રેટ્રોસ્પેક્ટિવ’ના ભાગ તરીકે પ્રદર્શિત કરવામાં આવશે.

આ વર્ષે ફ્રાંસ ‘સ્પોટલાઈટ’વાળો દેશ છે અને કંટ્રી ફોકસ પેકેજ બેઠળ 8 ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. ડીટર બર્નર દ્વારા નિર્દેશિત ઓસ્ટ્રિયાઈ ફિલ્મ ‘એલ્મા એન્ડ ઓસ્કર’ આ મહોત્સવની શરૂઆત કરશે અને ક્રિસ્ટોફ જાનુસીની ‘પરફેક્ટ નંબર’ ક્લોઝિંગ ફિલ્મ હશે. આ વર્ષે IFFI અને ફિલ્મ બજારમાં અનેક નવી પહેલ જોવા મળશે. સમગ્ર ગોવામાં કૈરાવૈન તહેનાત કરવામાં આવશે અને ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે. ઓપન એયર વચ્ચે સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે. NFFIની ફિલ્મોને ઈન્ડિયન રિસ્ટોર્ડ ક્લાસિક્સ સેક્શવનમાં પ્રદર્શિત કરવામાં આવશે. ‘હોમેજ’ સેક્શનમાં 15 ભારતીય અને 5 આંતરરાષ્ટ્રીય ફિલ્મો શામેલ હશે. અન્ય વિશેષ આકર્ષણોમાં 26 નવેમ્બરે યોજાનાર શિગ્મોત્સવ (વસંત મહોત્સવ) અને 27 નવેમ્બરે યોજાનાર ગોવા કાર્નિવલ શામેલ છે. આઝાદીના અમૃત મહોત્સવની થીમ પર CBC પ્રદર્શનનું આયોજન કરશે.