Site icon Revoi.in

બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવમાં 3.0 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ

Social Share

પાલનપુરઃ કચ્છમાં તો અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. પણ બનાસકાંઠાના વાવમાં આજે 3.0ની તિવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કચ્છની જેમ હવે બનાસકાંઠામાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. એક મહિના પહેલા જ જિલ્લાના ઇકબાલગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યાર બાદ આજે ફરી જિલ્લાના સરહદી પંથક વાવમાં સાંજે 6.37ના સમયે ભૂકંપ નો આંચકો અનુભવ્યો હતો. જે વાવથી 51 કિલોમીટર દૂર રાજસ્થાનના લૂણીયાસરમાં 3.0 તીવ્રતાનું ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ  બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેમાં જિલ્લાના સરહદી પંથક વાવમાં 3.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વાવથી 51 કિલોમીટર દૂર રાજસ્થાનના લુણીયાસરમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. સમીસાંજના ભૂકંપના આંચકાથી ઘણા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે કેટલાક લોકોને તો ખબર પણ નહોતી પડી કે ભૂકંપનો આંચકો આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં 51 કિલોમીટર દૂર રાજસ્થાન લૂણીયાસર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. જેની અસર બનાસકાંઠા જિલ્લાના વાવ સરહદી પંથકમાં જોવા મળી હતી. એક માસ પહેલા પણ બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે બાદ આજે ફરી જિલ્લાના સરહદી પંથક વાવમાં સાંજે 6.37ના સમયે ભૂકંપ નો આંચકો અનુભવ્યો છે. જે વાવથી 51 કિલોમીટર દૂર રાજસ્થાનના લૂણીયાસરમાં 3.0 તીવ્રતાનું ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.