Site icon Revoi.in

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ટેટ-1ની પરીક્ષાનું 3.78 ટકા પરિણામ, 2769 વિદ્યાર્થીઓ ઉતિર્ણ

Social Share

અમદાવાદઃ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ટેટ-1 (શિક્ષક યોગ્યતા કસોટી)ની પરીક્ષાનું પરિણામ 3.78 ટકા જાહેર કર્યુ છે. પરીક્ષા માટે 86,028 ઉમેદવાર રજિસ્ટર્ડ થયા હતા, જેમાંથી 2,769 ઉમેદવાર ઉતિર્ણ થયા છે.  જ્યારે 83,256 ઉમેદવારો ક્વોલિફાય થઈ શક્યા નથી. એટલે કે  આ પરિણામ બોર્ડની વેબસાઈટ https://sebexam.org પર જઈને જોઈ શકાશે.​​​​​​​

​​​​​​​રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક બનવા માટેની ટેટ-1 લેવાયેલી પરીક્ષાનું પરિણામ 3.78 ટકા જાહેર થયુ છે. આ પરીક્ષામાં 86,028 ઉમેદવારોમાંથી 2,769 ઉમેદવારો જ ઉતિર્ણ થયા છે. જ્યારે 83,256 ઉમેદવારો ઉતિર્ણ ન થતાં ઉમેદવારોમાં નારાજગી જોવા મળી હતી. શિક્ષક બનવા TET-TAT પરીક્ષા પાસ કરવી પડે છે. શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી ટેટની પરીક્ષા એપ્રિલમાં યોજાઈ હતી. જેમાં ટેટ 1ની પરીક્ષા ગત 16 એપ્રિલ અને ટેટ 2ની પરીક્ષા 23 એપ્રિલે યોજાઈ હતી. અંદાજે 86 હજાર વિધાર્થીઓ TET-1ની પરીક્ષા અને TET-2ની પરીક્ષા 2.72 લાખ જેટલા ઉમેદવારોએ આપી હતી. નોંધાયેલી 83,386 ઉમેદવારોમાંથી 71,119એ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 2,697 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. તો 12,754 ઉમેદવારોએ પરીક્ષા આપી ન હતી. TET-1નું માત્ર 3.78 ટકા પરિણામ જાહેર થયું છે. 100 ઉમેદવારોમાંથી માત્ર 4 ઉમેદવારો જ TET-1ની પરીક્ષામાં પાસ થઈ શક્યા છે. ​​​​​​​

ધોરણ 1થી 5માં વિદ્યાસહાયકની ભરતી માટે ટેટ-1ની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે.​​​​​​​ છેલ્લે વર્ષ 2018માં TET-1ની પરીક્ષા યોજાઈ હતી, જેનું પરિણામ 8.5 ટકા જેટલું આવ્યું હતું. જે પાંચ વર્ષ બાદ TET-1ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ 60 ટકા જેટલું ઘટ્યું છે. વર્ષ 2013માં 16 ટકા જેટલું TET-1નું પરિણામ આવ્યું હતું, જે 10 વર્ષ બાદ ગગડીને માત્ર 3.78 ટકા પર પહોંચ્યું છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં TET-1ની પરીક્ષા લેવાઈ હતી. ગુજરાતી માધ્યમનું પરિણામ માત્ર 3.79 ટકા જાહેર થયું છે. અનામત કેટેગેરીના ઉમેદવારોએ ક્વોલિફાય થવા માટે 82 ગુણ મેળવવા જરૂરી હતા, જ્યારે બાકીના ઉમેદવારોએ 90 ગુણ મેળવવા જરૂરી હતા. જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ માત્ર 3.45 ટકા જાહેર થયું છે. જેમાં 1,352 ઉમેદવારોમાંથી 1,071 ઉમેદવારોએ આપી હતી, જેમાંથી માત્ર 37 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. હિન્દી માધ્યમનું પરિણામ માત્ર 3.24 ટકા જાહેર થયું છે. જેમાં 1,337 ઉમેદવારોમાંથી 1,081 ઉમેદવારોએ આપી હતી, જેમાંથી માત્ર 35 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. વર્ષ 2013માં 16 ટકા જેટલું TET-1નું પરિણામ આવ્યું હતું, જેમાં 10 વર્ષ બાદ પરિણામ ગગડીને માત્ર 3.78 ટકા પર પહોંચ્યું છે.​​​​​​​

શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યના 4 મોટા શહેરોમાં આ પરીક્ષા યોજાવામાં આવી હતી. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેના માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વપરાતી ટેક્નોલોજીનો પ્રથમવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ થયો હતો. આ અંગે રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પી.કે. ત્રિવેદીએ કહ્યું કે, હવે દર વર્ષે TET-1ની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ગુણાંક સાથેનું પ્રમાણપત્ર સ્પીડ પોસ્ટ મારફતે ઉમેદવારોના રહેઠાણ પર મોકલવામાં આવશે.