Site icon Revoi.in

એશિયાની બેસ્ટ 50માં ભારતની 3 રેસ્ટોરન્ટનો સમાવેશ -જેમાં  દિલ્હીની  રેસ્ટોરન્ટમાં મળે છે 450 રુપિયાની એક રોટલી 

Social Share

દિલ્હીઃ- સામાન્ય રીતે આપણે મોંધી મોંધી હોટલોમાં જમવા જતા હોઈએ છે,જ્યાં એક રોટલીની કિમંત 20થી શરુ થઈને વધીને 100 કે પથી 150 સાંભળી હશે કે ચૂકવી હશે પણ આજે વાત કરીશું 450 રુપિયાની એક રોટલીની જે દિલ્હીની રેસ્ટોરન્ટમાં મળી રહી છે જે એશિયાની સૌથી મોંધી રોટલી કહી શકાય.

એશિયાના બેસ્ટ-50 રેસ્ટોરેંન્ટ્સના લીસ્ટમાં 2 નામ દિલ્હીની રેસ્ટોરેન્ટના પણ છે.અને એક મુંબઇની રેસ્ટોરેન્ટનો સમાવેશ થાય છે. આ યાદી વિલિયમ રીડ બિઝનેસ મીડિયા લિમિટેડે  દ્રારા જારી કરવામાં આવી છે જેમાં પ્રથમ નંબરે જાપાનના ટોક્યો શહેરની એક રેસ્ટોરેન્ટનો આવ્યો છે.  

બેસ્ટ 50માં ભારતની 3 રેસ્ટોરન્ટનો સમાવેશ થયો છે.જેમાંથી 21મા નંબર પર મુંબઇની મેસ્ક્યૂ રેસ્ટોરેન્ટ, 22મા નંબર પર નવી દિલ્હીની ઈન્ડિયન એસેન્ટ રેસ્ટોરેન્ટ અને 49મા નંબર પર નવી દિલ્હીની વધુ એક રેસ્ટોરેન્ટ મેગુનો સમાવેશ થાય છે.

મુંબઇની  મેસ્ક્યૂ રેસ્ટોરેન્ટના મેન્યૂની વાત કરીએ તો એક સમોસા ચાટની કિંમત 450 રૂપિયા તો લેબ દમ બિરયાની 1250 રૂપિયા છે. આ રેસ્ટોરેન્ટ મુંબઇના મહાલક્ષ્મી વિસ્તારમાં છે 

નવી દિલ્હીના રેસ્ટોરેન્ટની વાત કરીએ તો લોધી ગાર્ડન આ રેસ્ટોરેન્ટમાં એક રોટીની કિંમત 450 રૂપિયા છે. અહીં બટર ચિકન કુચલા 450 રૂપિયામાં મળી રહ્યા છે. તો બીજી તરફ દાલ મુરાદાબાદીની એક પ્લેટ 1હાજર રૂપિયાથી પણ વધુ ચૂકવવી પડે છે.