Site icon Revoi.in

છાતીમાં દુઃખાવની ફરિયાદ કરનાર વાહન ચાલકનો જીવ બચાવનાર 3 પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયું

Social Share

અમદાવાદઃ શહેરના કાલુપુર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ચોકી આવેલા વાહન ચાલકે છાતીમાં દુઃખાવની ફરિયાદ કરી હતી. જેથી ચોકી ઉપર તૈનાત પોલીસ કર્મચારીઓએ સીપીઆર આપીને વાહન ચાલકનો જીવ બચાવ્યો હતો. પોલીસ કર્માચારીઓની આ કામગીરીની શહેરની જનતા પણ પ્રશંસા કરી રહ્યું છે. દમિયાન અમદાવાદ પોલીસે આ ત્રણેય પોલીસ કર્મચારીઓનું સન્માન કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલુપર પોલીસ ચોરી ઉપર એક સ્ટુકર ચાલક આવ્યો હતો અને પોતાને છાતીમાં દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. જેથી થોડો સમય પણ વેડફ્યાં વિના અહીં તૈનાત પોલીસ કર્મચારીઓને તેમને સીપીઆર આપ્યું હતું. તેમજ તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. 108ની ટીમ આવી ત્યાં સુધી પોલીસ કર્મચારીઓને સીપીઆર આપીને જેમનું જીવન બચાવ્યું હતું. જે બાદ 108ની ટીમના તબીબોએ તેમની પ્રાથમિક સારવાર કરી હતી. જે બાદ વાહન ચાલકેને સારવાર અર્થે તાત્કાલિક શારદાબેન હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં હાલ તબીબો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમજ તેમની તબિયતમાં પણ સુધારો થયો છે. પોલીસ ચોકીના જવાનોની કામગીરીની ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પ્રશંસા કરી હતી. તેમજ ત્રણેય પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ સરકાર દ્વારા તમામ વિભાગના કર્મચારીઓને CPR તાલીમ આપવાનું આયોજન કર્યું હતું, જોકે પોલીસ વિભાગને વર્ષ 2021માં આ તાલીમ આપવામાં આવી હતી, તે તાલીમની મદદથી મુસ્તકમિયાએ એક રાહદારીનો જીવ બચાવ્યો હતો અને મંગળવારે પણ એક રાહદારીનો જીવ બચાવતા આનંદની લાગણી અનુભવી રહયા છે.