Site icon Revoi.in

સિવિલ સેવા ટોપરમાં 30 ટકા યુવતીઓનો દબદબો- જાગૃતિ અવસ્થી રેન્કિંગમાં બીજા સ્થાને તો મહિલાઓમાં પ્રથમ

Social Share

 

દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રવારના રોજ UPSની પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં બિહારના શુભમ કુમારે સિવિલ સર્વિસ પરીક્ષામાં ટોપ કર્યું છે. આ સાથે જ આ રેન્કિંગમાં બીજા ક્રમે આવનાર જાગૃતિ અવસ્થી યુવતીઓમાં ટોપર આવી છે. આ સાથએ જ ઇજનેરોએ પ્રથમ બે સ્થાનો પર કબજો કર્યો છે.

આ સાથે જ આગ્રાની અંકિતા જૈન ત્રીજા સ્થાને રહી હતી. તે હાલમાં ઓડિટ અને એકાઉન્ટ સર્વિસીસમાં કાર્યરત છે. તેની નાની બહેન વૈશાલીએ પણ 21 મું સ્થાન મેળવ્યું છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને શુક્રવારે પરિણામ જાહેર કર્યું, જેમાં 216 દીકરીઓ સહિત 761 સફળ ઉમેદવારોની નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે.IIT બોમ્બેમાંથી બી ટેક સિવિલ એન્જિનિયરિંગ પાસ, શુભમ 2019 માં 290 ક્રમે હતો. જાગૃતિ MANIT ભોપાલમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી ટેક  છે.

આ વખતે સિવિલ સર્વિસ મુખ્ય પરીક્ષા -2020 માં 30.16 ટકા સફળ ઉમેદવારોમાં યુવતીઓનું સ્થાન જોવા મળ્યું છે. કુલ 761 ઉમેદવારો પરીક્ષામાં ક્વોલિફાય થયા છે. તેમાંથી પુરુષોની સંખ્યા 545 છે, જ્યારે 216 દીકરીઓએ સફળતાનો ઝંડો લહેરાવ્યો છે. સિવિલ સર્વિસ પરીક્ષા 2020 માટે 10 લાખ 40 હજાર 60 ઉમેદવારોએ અરજી કરી હતી જેમાં માત્ર 4 લાખ 82 હજાર 770 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને 2 હજાર 53 પરિક્ષાર્થીઓને ઇન્ટરવ્યૂ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

બીજા ક્રમ પર આવેલી  જાગૃતિએ બે વર્ષ BHEL માં કામ કર્યું. તેણી કહે છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય અને સખત મહેનત તમારી સફળતાનો માર્ગ સરળ બનાવે છે. પિતા પ્રો. એસએસ અવસ્થીએ કહ્યું, જાગૃતિ ભેલમાં કામ કરતી હતી.

આ સાથે જ  ગ્રામ્ય મહિલાઓ ચોથા પ્રયાસમાં સફળ થયેલી અંકિતા કહે છે કે સફળતા માત્ર મહેનત અને યુક્તિઓ સાથે અભ્યાસને કારણે પ્રાપ્ત થઈ છે. અંકિતાની પસંદગી ગયા વર્ષે ઓડિટ અને એકાઉન્ટ સર્વિસિસમાં થઈ હતી. તેમણે દિલ્હીની ટેકનિકલ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બી-ટેક કર્યું છે. તેની નાની બહેન વૈશાલીએ પણ આ જ પરીક્ષામાં 21 મો રેન્ક મેળવ્યો છે. અંકિતા મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ ક્ષેત્રે કામ કરવા માંગે છે. તેમનું સૂત્ર મહિલા આરોગ્ય, શિક્ષણ અને ગરીબ બાળકોનું શિક્ષણ છે.

બસાઈ ગામના સ્વ.માસ્ટર ચેતન યાદવની પૌત્રી મમતા દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાં ટોપર પણ છે. આ પછી તેણે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. આ સફળતા બાદ મમતાએ કહ્યું છે કે જો તૈયારી લક્ષ્ય સાથે કરવામાં આવે તો સફળતા નિશ્ચિત છે.આ સાથે જ ચોથા પ્રયાસમાં સફળ થયેલી મીરાએ જણાવ્યું હતું કે આઇએએસ બનવાનું મારું અને મારી માતાનું સ્વપ્ન હતું. મારી માતાના આશીર્વાદ અને મહેનતને કારણે મેં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મારું સૂત્ર મહામારીને કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા દેશ માટે કામ કરવાનું છે.

Exit mobile version