Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં આવેલા ભારે પૂરમાં 33 લોકોના મોત, 27 અન્ય ઘાયલ

Social Share

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. અફઘાનિસ્તાનમાં આવેલા પૂરમાં કાબુલ તથા અને વિસ્તારમાં ભારે નુકશાન થયું છે. જેમાં 33થી વધારે વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે અનેક મકાન ધરાશાયી થયાં છે. પૂરની પરિસ્થિતિને પગલે તાલીબાન સરકારે બચાવ કામગીરી આરંભી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં ભારે વરસાદના કારણે આવેલા અચાનક પૂરને કારણે ત્રણ દિવસમાં ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે અને અન્ય 27 લોકો ઘાયલ થયા છે. પ્રાકૃતિક આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના તાલિબાનના પ્રવક્તા અબ્દુલ્લા જનાન સૈકે જણાવ્યું હતું કે, રાજધાની કાબુલ અને કેટલાક પ્રાંતોમાં અચાનક પૂર આવ્યું છે.

તેમણે કહ્યું કે પૂરને કારણે 600 થી વધુ ઘરો નાશ પામ્યા છે અથવા નુકસાન થયું છે જ્યારે 200 જેટલા પશુઓ મૃત્યુ પામ્યા છે. SACએ કહ્યું કે પૂરને કારણે 800 હેક્ટર ખેતીની જમીન પણ નાશ પામી છે અને 85 કિલોમીટરથી વધુ રસ્તાઓને નુકસાન થયું છે.

તેમણે કહ્યું કે પૂરના કારણે પશ્ચિમ ફરાહ, હેરાત, દક્ષિણી ઝાબુલ અને કંદહાર પ્રાંતમાં સૌથી વધુ નુકસાન થયું છે. હવામાન વિભાગે અફઘાનિસ્તાનના મોટાભાગના 34 પ્રાંતોમાં આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે.

Exit mobile version