Site icon Revoi.in

ઝીમ્બાબ્વેમાં ચર્ચ જઈ રહેલી બસ ખીણમાં ખાબકીઃ 35 વ્યક્તિઓના મોત

Social Share

નવી દિલ્હીઃ ઝીમ્બાબ્વેના દક્ષિણપૂર્વીય ચિપિંગ શહેરમાં એક બસને નડેલા ગમખ્વાર અકસ્માતમાં 35 વ્યક્તિઓના મોત થયાં છે. ઈસ્ટરના પ્રસંગ્રે શ્રદ્ધાળુઓ બસમાં ચર્ચ જઈ રહ્યાં હતા. દરમિયાન બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં ખીણમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં 35 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે 71 વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.

ઝીમ્બાબ્વેના પોલીસ અધિકારી પોલ ન્યાથીએ જણાવ્યું હતું કે, રાતના આ દૂર્ઘટના સર્જાઈ હતી. જેમાં 35 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે 71 ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે. જિયોન ક્રિશ્ચિયન ચર્ચના લોકો ઈસ્ટર ચર્ચની સભામાં જઈ રહ્યાં હતા. બસમાં 106 જેટલા લોકો સભામાં જઈ રહ્યાં હતા. રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને ખીણમાં ખાબકી હતી. ઝીમ્બાબ્વે બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર દક્ષિણ-પૂર્વીય ઝીમ્બાબ્વેના ચિપિંગ સ્થિત જોપા બજાર પાસે આ અકસ્માત સર્જાયો હતો.

પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકતા પ્રવાસીઓની ચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. આ બનાવની જાણ થતા વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. મૃતદેહોને પીએમ અર્થે ચિપિંગ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યાં હતા. જ્યારે ઈજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે.