Site icon Revoi.in

દેશમાં કોવિડ-19ના 412 નવા કેસ નોંધાયા, JN1ના 69 કેસ

Social Share

દિલ્હી: કોરોના મહામારી ફરી એકવાર ઝડપથી ફેલાઈ રહી છે. દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે ભારતમાં કોવિડ-19ના 412 નવા કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા વધીને 4,170 થઈ ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા જારી કરવામાં આવ્યા હતા. કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે વધુ ત્રણ લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને 5,33,337 થયો છે. તે જ સમયે, ભારતમાં કોવિડ કેસોની વર્તમાન સંખ્યા 4,50,09,660 છે.

આ ઉપરાંત, રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,44,72,153 થઈ ગઈ છે અને દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર 98.81 ટકા છે. તમને જણાવી દઈએ કે, કેસમાં મૃત્યુ દર 1.19 ટકા છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

જો સૂત્રોનું માનીએ તો, 25 ડિસેમ્બર સુધી દેશમાં કુલ 69 JN.1 કોવિડ વેરિઅન્ટ કેસ નોંધાયા છે.

હાલ ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગણા અને ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ જોવા મળ્યા છે. આમ, ભારતમાં તેજીથી કોરોના વાયરસ ફરીથી ફેલાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે,કોરોનાનો નવો વેરિયન્ટ જેએન-1 સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. તેમા પણ ખાસ કરીને બ્રિટન, ચીન અને અમેરિકામાં નવા વેરિયન્ટના લીધે વધારે તકલીફ છે. ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટના પગલે મોટાપાયા પર લોકોના મોત થઈ રહ્યા હોવાના અહેવાલ છે. મરનારાઓની સંખ્યા એટલી બધી છે કે સ્મશાનગૃહો 24 કલાક ચાલી રહ્યા છે.