Site icon Revoi.in

મુંબઈના વર્સોવા બીચ પર ગણપતિ વિસર્જન દરમિયાન 5 બાળકો પાણીમાં થયા ગરકાવ,2 ને બચાવાયા,3 ની શોધખોળ શરૂ

Social Share

મુંબઈમાં રવિવારે ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન મોટો અકસ્માત થયો હતો. અહીં વર્સોવા બીચ પર ગણેશ મૂર્તિનું વિસર્જન કરતી વખતે 5 બાળકો પાણીમાં ગરકાવ થયા હતા. જેમાંથી બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.જયારે અન્ય ૩ ની શોધખોળ શરૂ છે.ઘટના દરમિયાન બીચ પર હાજર લોકોએ 2 બાળકોને લઈને કૂપર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.બીએમસીના જણાવ્યા મુજબ, અકસ્માતમાં ગુમ થયેલા ત્રણની શોધખોળ યથાવત છે.

બીએમસીનું કહેવું છે કે,ત્રણ બાળકોની શોધખોળ માટે લાઈફ બોય અને મનીલા રોપ, ફ્લડ રેસ્ક્યુ ટીમ દ્વારા ડૂબતા વિસ્તારમાં અને આસપાસ ડૂબતા વિસ્તારમાં ફેરી બોટનો ઉપયોગ કરીને એલઈડી લાઈટ્સ દ્વારા ત્રણ બાળકોને શોધવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્રણેય બાળકોને શોધવા માટે પોલીસ બોટની પણ મદદ લેવામાં આવી છે. બચાવ કાર્યને ધ્યાનમાં રાખીને જેટીની ફ્લડ લાઇટ પણ ચાલુ રાખવામાં આવી છે.

આ વખતે વહીવટીતંત્ર દ્વારા વિસર્જન સરઘસને મંજૂરી આપવામાં આવી ન હતી, પરંતુ આ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ગણેશ વિસર્જન માટે બહાર આવ્યા હતા. વર્સોવા બીચ પર વિસર્જનની મંજૂરી નહોતી. મુંબઈના રાજા તરીકે જાણીતા ગણેશ ગલીના ગણપતિ બાપ્પાનું મુંબઈના ગિરગામ ચોપાટી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. મુંબઈના મેયર કિશોરી પેડણેકર પણ બાપ્પાના દર્શન કરવા આવ્યા હતા.