Site icon Revoi.in

ઈલેક્ટ્રોનિક વાહનમાં આગ લાગવાની ઘટના મામલે 5 કંપનીઓને નોટીસ ફટકારાઈ

Social Share

 

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ઈલેક્ટ્રોનિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે તેવી સ્થિતિમાં હવે કંપની પર તવલાઈ બોલાવાની તૈયારીઓ ચાલી રહી છે.ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ પર સ્વતઃ સંજ્ઞાન લઈને, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એ ચાર-પાંચ ઈવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓને નોટિસ ફટકારી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી  ચીફ કમિશનર નિધિ ખરેએ આજરોજ મંગળવારે જણાવ્યું હતું કે ઓથોરિટી ટૂંક સમયમાં આ મામલે સુનાવણી શરૂ કરશે. 

આ સાથે જ મીડિયાને આપેલી માહિતી પ્રમાણે, ચાર-પાંચ કંપનીઓને નોટિસ મોકલવામાં આવી ચૂકી છે. કંપનીને  ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગવાનું કારણ પૂછવામાં  આવ્યું છે. સાથે જ તેમને પૂછવામાં આવ્યું છે કે શા માટે રેગ્યુલેટરે તેમની સામે કાર્યવાહી ન કરવી જોઈએ.

ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગવાની ઘટનામાં લોકોએ પણ જીવ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં, અનેક પ્રશ્ન ઊભા થાય છે કે શું બજારમાં વેચવામાં આવતી પ્રોડક્ટ્સ પ્રમાણભૂત પરીક્ષણ ધોરણોને પૂર્ણ કરે છે. CCPAને આ સંબંધમાં ઘણી ફરિયાદો મળી હતી અને તેણે આ પગલું જાતે જ નોંધ્યું છે.