Site icon Revoi.in

પોળોના જંગલમાં પિકનિક માટે આવેલા આણંદના 5 યુવાનો નદીમાં નહાવા પડ્યા, ડુબી જતાં 1નું મોત

Social Share

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના  વિજયનગરના પોળોના જંગલ વિસ્તારમાં કૂદરતી નજારો માણવા માટે રોજબરોજ અનેક પ્રવાસીઓ આવતા હોય છે. દરમિયાન આણંદથી નવ મિત્રો ઇકોકાર લઈને વિજયનગરના પોળોના જંગલમાં ફરવા માટે આવ્યા હતા. તે દરમિયાન પોળોમાં દરગાહ નજીક નદીમાં પાંચ મિત્રો કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે નાહવા પડયા હતા. નાહવા પડેલ યુવાનો પૈકી અરસીલ વોરા નામનો યુવાન પાણીમાં ડૂબી જતા તેનું મોત થતા ગમગીની વ્યાપી ગઈ હતી. આ બવાનવી જાણ થતાં  વિજયનગર પોલીસ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ સ્ટેશનના GRDના જવાને મૃત યુવાનને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસે વિજયનગર સરકારી હોસ્પિટલમાં લાશને પીએમ માટે ખસેડી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ  વિજયનગરના પોળોના જંગલ વિસ્તારમાં કૂદરતી નઝારા માણવા માટે રોજબરોજ અનેક પ્રવાસીઓ આવતા હોય છે. જંગલમાં નદી અને અરવલ્લીની ગિરીકંદરામાં વહેતા ઝરણાઓ ઠેર ઠેર જોવા મળે છે. નદી અને ઝરણામાં નહાવા પર પ્રતિબંધ છે, અને ફોરેસ્ટ વિભાગ દ્વારા ધ્યાન રાખવામાં આવતું હોય છે. પરંતુ ગરમીની સીઝન હોવાથી નદીમાં વહેતું પાણી જોઈને અનેક પ્રવાસીઓ નહાવા માટે લલચાતા હોય છે. જેમાં પાંચ યુવાનો નદીના ધરામાં નહાવા પડ્યા હતા, પાણી ઊંડુ હોવાથી એક યુવાનનું ડુબી જતા મોત નિપજ્યું હતું.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આણંદથી નવ મિત્રો ઇકો કાર લઈને પોળોમાં ફરવા આવ્યા હતા. પોળોમાં દરગાહ નજીક નદીમાં પાચ મિત્રો નહાવા પડયા હતા. આ દરમિયાન અરસીલ વોરા નામના યુવકનું ડૂબી જવાથી મોત હતું. ઘટનાની જાણ થતા વિજયનગર પોલીસ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચી હતા. વિજયનગર પોલીસ સ્ટેશનના GRD ના જવાને મૃત યુવાન બહાર કાઢ્યો હતો. પોલીસે વિજયનગર સરકારી હોસ્પિટલમાં લાશને પીએમ માટે ખસેડી છે. બનાવની જાણ થતાં મૃતક યુવાનના પરિવારજનો પણ દોડી આવ્યા હતા.