Site icon Revoi.in

આ વર્ષે 5.2 કરોડ લોકોને નોકરીમાંથી હાથ ધાવો પડશે, 2.1 કરોડ બેરોજગાર બનશે – આઈએલઓ નો રિપોર્ટ

Social Share

દિલ્હીઃ- દેશમાં છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા કોરોનાના કહેરે અનેક લોકોના જીવન બદલ્યા છે ત્યારે હવે કોવિડ સંક્રમણને કારણે વર્ષ 2022માં પણ બેરોજગારી ઉંચી રહેશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

આ મામલે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના રિપોર્ટ મુજબ, આ વર્ષે કામકાજના કલાકોમાં મહામારી પહેલાની સરખામણીમાં બે ટકાનો ઘટાડો જોવા મળશે. આ 5.2 કરોડ પૂર્ણ સમયની રોજગારની સમકક્ષ હશે.

ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનકામ કરેલા કલાકોની સંખ્યાના આધારે રોજગારમાં વધારો અથવા ઘટાડોની ગણતરી કરે છે. આ સંસ્થા અઠવાડિયામાં 48 કલાક કામ કરવાના ધોરણના આધારે રોજગારની ગણતરી કરે છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણને કારણે લગભગ દરેક દેશમાં આર્થિક, નાણાકીય અને સામાજિક માળખું નબળું પડી રહ્યું છે. આ નુકસાનને પુનઃપ્રાપ્ત કરવામાં ઘણા વર્ષો લાગી શકે છે.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2022માં બેરોજગાર લોકોની સંખ્યા 20,7 કરોડ સુધી પહોંચી શકે છે. જે વર્ષ 2019 કરતા 2.1 કરોડ વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2023 સુધીમાં વૈશ્વિક બેરોજગારીનો આંકડો મહામારી પહેલાના સ્તર કરતા વધારે રહી શકે છે.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ ગાય રાયડરનું આ અંગે કહેવું છે કે કોવિડ સંકટના બે વર્ષ પછી પણ પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે. તેમણે કહ્યું કે પુનઃપ્રાપ્તિનો માર્ગ ધીમો અને અનિશ્ચિતતાઓથી ભરેલો હતો. ઘણા કામદારોને નવા પ્રકારના કામ તરફ વળવું પડે છે.

રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે રોજગાર પરની કુલ અસર અંદાજિત આંકડા કરતા વધારે હોઈ શકે છે. આનું કારણ એ છે કે મોટી સંખ્યામાં લોકોએ શ્રમબળ છોડી દીધું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2022માં શ્રમ દળની ભાગીદારી 2019ની સરખામણીમાં 1.2 ટકા ઓછી હોઈ શકે છે. કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોન જેવા ચલોના ઉદભવને આ કારણભૂત ગણવામાં આવે છે.