Site icon Revoi.in

56 વર્ષમાં પ્રથમ વખત વજીરાબાદ બેરેજ પર યમુના નદિમાં જળ સ્તર ઘટ્યુંઃ દિલ્હી પર જળસંકટને લઈને હરિયાણા-દિલ્હી સરકાર વચ્ચે તકરાર

Social Share

લખનૌઃ- તાજેતરમાં દેશના રાજ્યોમાં વરસાદનું આગમન થયું છે, જે ચોમાસાના સનમય કરતા ખૂબ મોડું છે, વરસાદ આ વર્ષે ઘણા વિરામ બાદ ફરી વરસ્યો છે, વરસાદના લાંબા વિરામે હવે જળસંકટની સમસ્યા સર્જી છે,વર્ષ 1965 પછી અટલે કે 56 વર્ષ બાદપ્રથમ વખત વજીરાબાદ બ્રિઝ ખાતે યમુના નદીનું સ્તર એટલું નીચે જોવા મળ્યું  છે કે તેના કારણે નદી સુકાઈ ચૂકી છે.

નદીનું સ્તર નીચું જતા અને નદી સુકાતા દિલ્હી પાણી બોર્ડના વાઇસ ચેરમેન રાઘવ ચઢ્ઢા વજીરાબાદ જળ શુદ્ધિકરણ પ્લાન્ટ અને વજીરાબાદ તળાવનું નિરીક્ષણ કરવા માટે વિતેલા દિવસના રોજ અંહીની મુલાકાતે આવ્યા હતા,સોમવારે આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે ,નદીના વહેણ સુકાતા સ્થિતિ એવી સર્જાય છે કે જ્યા એક સમયે ભરપુર પાણી હતું ત્યા આજે બાળકો હોકી, ક્રિકેટ કે ગીલ્લી દંડા જેવી રમતો રમી રહ્યા છે.

તેમણે માહિતી આપતા કહ્યું  કે હરિયાણાએ દિલ્હીથી લગભગ 120 એમજીડી પાણી રોકી રાખ્યું છે. ઉપાધ્યક્ષ એ કહ્યું કે યમુનામાં પાણીના સ્તરને માપવા માટે નિશાન બનાવવામાં આવ્યા છે. જો તેના પર એક ફૂટ પણ પાણી ઓછું થાય તો દિલ્હીમાં પાણીનું જોખમ વર્તાઈ છે. હવે અહીં પાણી લગભગ 7.5 ફૂટ જેટલું નીચે ગયું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે હરિયાણા જાણી જોઈને પાણી છોડી રહ્યું નથી. હરિયાણા અને હિમાચલમાં નદીનું સ્તર પહેલાની જેમ જ છે. તે સામાન્ય છે, પરંતુ નદી દિલ્હીમાં સુકાઈ રહી છે. તેમણે કહ્યું કે હું હરિયાણા સરકારને કહેવા માંગુ છું કે દિલ્હીના લોકોના હકનું પાણીને ન મારો. આ આપણો અધિકાર છે.

ઉપાધ્યક્ષએ કહ્યું કે પાણીનું સ્તર નીચું જવાથી ખાસ કરીને મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ દિલ્હીમાં જળસંકટ વધતું જઈ રહ્યું છે.મધ્ય દિલ્હીમાં વડા પ્રધાન નિવાસસ્થાન પણ આવે છે. રાષ્ટ્રપતિ ભવન સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને ન્યાયાધીશોનું ઘર પણ આવે છે. અનેક આંતરરાષ્ટ્રીય દૂતાવાસો અહી આવે છે. તેમણે કહ્યું કે દિલ્હી પાણી બોર્ડે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને અમે આશા રાખીએ છીએ કે સુપ્રીમ કોર્ટ ખૂબ જ જલ્દી કાર્યવાહી કરશે અને હરિયાણાને દિલ્હીના હકનું પાણી આપવાનો આદેશ આપે. હરિયાણાએ પણ કાનૂની અને માનવતાવાદી આધારો પર પાણી આપવું જોઈએ.ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં જળ સંકટ વચ્ચે, પાણીને લઈને ફરી એક વખત દિલ્હી અને હરિયાણા સરકાર સામસામે જોવા મળે છે.