Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં ભૂકંપ – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.1 નોંધાઈ, 200થી વધુના મોત

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં પાકિસ્તાનમાં ભૂકંપના આચંકાઓ આવ્યા હતા ત્યાર બાદ હવે જાણકારી પ્રમાણે એફઘાનિસ્તાનની ઘરતી પણ ઘ્રૂજી ઉઠી છે, અફઘાનિસ્તાનમાં ભારે ભૂકંપ આવવાની ઘટના સામે આવી છે રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.1 નોંધવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ભાગોમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક સમય અનુસાર લગભગ 2.24 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે મુજબ , ભૂકંપ દક્ષિણપૂર્વ અફઘાનિસ્તાનના ખોસ્ટ શહેરથી લગભગ 44 કિમી દૂર આવ્યો હતો.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ  51 કિમીની ઊંડાઈ પર હતું. કોઈ જાનહાનિ અથવા નુકસાનના અહેવાલો નથી. ભૂકંપ બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. લાહોર અને મુલતાન સહિત પાકિસ્તાનના મોટા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર પણ દોડી આવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં આવેલા ભયાનક ભૂકંપના કારણે 130થી વધુ લોકોના મોત થયા  હોવાના પણ એહવાલ મળી રહ્યા છે. ભૂકંપની તીવ્રતા 6.1ની હોવાનું કહેવાય છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે 200થી વધુ લોકોના મોત થયા છે.

 ભૂકંપના કારણે દેશમાં મોટા પાયે મકાનો ધરાશાયી થયા છે અને કાટમાળને કારણે ઓછામાં ઓછા 255 લોકોના મોત થયા છે. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને મૃત્યુઆંક હજુ વધી શકે છે. ગયા વર્ષે બે દાયકા લાંબા યુદ્ધમાંથી આઝાદ થયેલા અફઘાનિસ્તાન પર આ બીજી મોટી કટોકટી હોઈ શકે છે. અફઘાનિસ્તાનની સરકારી સમાચાર એજન્સી બખ્તરે પોતાના અહેવાલમાં 255 લોકોના મોતની જાણ કરી છે. 

ઇસ્લામાબાદ અને દેશના અન્ય ભાગોમાં હળવી તીવ્રતાનો ભૂકંપ આવ્યો, પાકિસ્તાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે  લાહોર, મુલતાન, ક્વેટા અને પાકિસ્તાનના અન્ય કેટલાક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા.