- જાપાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ
- જાનહાનીના કોઈ સમાચાર નથી
- સુનામીની પણ ચેકતવણી આપવામાં આવી
દિલ્હી – જાપાન એક એવો દેશ છે કે જ્યાં ભૂંકપની અવારનવાર ઘટના બનતી રહેતી હોય છે વિતેલા દિવસે સાંજના અંદાજે 6 વાગ્યા આસપાસના સમયે જાપાનમાં ભૂકંપ અનુભવાયો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ જાપાનના ટોકિયો વિસ્તારમાં 7.2 ની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ જાપાનના ટોક્યોથી નજીક ઈશિનોમાકીથી 34 કિમી દૂર નોંધાયું છે.
આ સાથે જ જાપાનમાં સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે, આ ભૂકંપનો આંચકો એટલો ભંયકર હતો જેને લઈને અનેક લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.
સાહિન-