Site icon Revoi.in

દેશમાં દરરોજ 7 હજાર 500 મેટ્રીક ટન ઓક્સિજનનું ઉત્પાદન, 6 હજાર 600 મેટ્રીક ટન ઓક્સિજનનો ઉપયોગ દર્દીઓની સારવારમાં  

Social Share

દિલ્હીઃ- કેન્દ્ર સરકારે બુધવારે કોરોનાના દર્દીઓને ઓક્સિજનની અછત વચ્ચે એક સ્પષ્ટતા કરી હતી, જે પ્રમાણે દેશભરમાં દરરોજ કુલ 7500 મેટ્રિક ટન ઓક્સિજન બનાવવામાં આવી રહ્યું છે.બીજી ખાસ વાત એ છે કે, આ ઓક્સિજનમાંથી 6600 મેટ્રિક ટન ઓક્સિજન રાજ્યોમાં તબીબી ઉપયોગ માટે ફાળવવામાં આવી રહ્યું છે.

આ સાથે જ સરકારે આશ્વાસન આપ્યું હતું કે, આગામી દિવસોમાં ઓક્સિજનનો પુરવઠો વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, નીતી આયોગના સભ્ય ડો.વીકે પોલે કોરોવા વાયરસથી પીડિતો માટે  ‘જીવન રક્ષક દવા’ તરીકે તમામ રાજ્યો, હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સને અપીલ કરી છે કે તેઓ ઓક્સિજનનો યોગ્ય ઉપયોગ કરે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, “હાલના તબક્કે, અમે કેટલાક ઉદ્યોગો સિવાય ફેક્ટરીઓને ઓક્સિજનનો પુરવઠો સપ્લાય કરવાનું બંધ કરવાની સૂચના આપી છે, જેથી તબીબી ઉપયોગ માટે વધુને વધુ ઓક્સિજન મળી શકે.”

તેમણે ઓક્સિજન મામલે વધુમાં કહ્યું કે, ઓક્સિજન સપ્લાય સાથે જોડાયેલ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યા છે, જે અઠવાડિયાના સાત દિવસ અને દિવસના 24 કલાક કાર્યરત રહેશે. આ કંટ્રોલરૂમમાં રાજ્ય સરકારો  ઓક્સિજનની ટ્રકો અટવાી જવી અથવા ક્યાંક  પરિવહનમાં અવરોધ થવો જેવી સમસ્યાઓ સમસ્યાઓ જણાવી શકે છે.તેમણે કહ્યું, જ્યારે તમે એક મોટી મહામારી જેવા મોટા પડકારનો સામનો કરતા હોવ તો  ભય અને અવ્યવસ્થાનું વાતાવરણ હોઈ શકે છે.

રાજ્યો અને કેન્દ્ર સરકારોની જવાબદારી છે કે તેઓ આ પડકારોનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરે અને ઝડપથી જવાબ આપે. ભૂષણ અને પૌલે જણાવ્યું હતું કે તેઓ વિદેશથી ઓક્સિજન આયાત કરવા માટે સપ્લાયર્સની અરજીઓની પણ આકારણી કરી રહ્યા છે.

એક માહિતી મુજબ તબીબી ઓક્સિજનની વધતી માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વિદેશથી 50 હજાર મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન આયાત કરવાનું ટેન્ડર જારી કર્યું છે.આ માટે મંગળવારે એક બેઠક યોજાી હતી. જેમાં આરોગ્ય મંત્રાલયને ટેન્ડર બહાર પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે

સાહિન-