Site icon Revoi.in

 ચીન દ્રારા રજુ કરાયેલા કોરોના અંગેના ખોટા દાવાને ભારતના વૈજ્ઞાનિકોએ નકાર્યા

Social Share

દિલ્હીઃ-ચીન દ્રારા કોરોના મામલે અનાર નવાર ભારત પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા ચીનએ કહ્યું કે, કોરોના સંક્રમણ પહેલા ભારતમાં ફેલાયું હતું ત્યારે હવે આ બાબતે ભારતના નિષ્ણાંતોએ  ચીનના ખોટા આરોપને નકાર્યા છે.

ચીન દ્વારા કરવામાં આવેલા અર્થહિન દાવાને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો છે. સીએસઆઈઆરના ડિરેક્ટર ડો.શેખર પાંડેએ જણાવ્યું હતું કે, લેન્સેન્ટમાં પ્રકાશનમાં ચીની પત્ર રજુ કરવામાં આવ્યો છે, આ પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસની ઉત્પત્તી ભારતમાં થઈ છે, જો કે હજી સુઘી તેની સમીક્ષા થઈ નથી. તેમણે કહ્યું કે, અભ્યાસ તદ્દન ખોટી રીતે કરવામાં આવ્યો છે અને તેઓ તેમની આ અંગેની તપાસમાં ક્યાંય પણ અટકશે નહીં  અને કચાશ રાખશે નહી, કારણ કે ચીનના આ એહવાલની કામગીરી સંપૂર્ણ રીતે ખામીયુક્ત અને ખોટી દીશામાં કરવામાં આવી છે.

ચીનના એક વૈજ્ઞાનિકે એક રિપોર્ટ દ્રારા દાવો કર્યો હતો કે કોરોના વાયરસની ઉત્પત્તી ભઆરતમાંથી થઈ છે.અને ભારત થકી જ સમગ્ર વિશ્વમાં તે ફેલયો છે,જો કે ચીનની આ દાવામાં તથ્ય નહોતું. અનેક લોકોએ તેની અવગણના કરી.

બ્રિટનની ગ્લાસગો યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ રોબર્ટસન દ્વારા ચીનના ખોટા દાવાને નકારી કાઢવામાં આવ્યો હતો.તેમણએ આ અંગે કહ્યું હતું કે ચીની વૈજ્ઞાનિકોન  આ દાવાઓમાં કોઈ દમ નથી. આ દાવામાં કોવિડ સાથે સંબંધિત કંઈપણ  જાહેર થતું જ નથી.

કોરોના વાયરસ બાબતે ચીનના વૈજ્ઞાનિકોએ દાવામાં કહ્યું હતું કે, કોરોના વાયરસ ભારતમાં વિકતેલા વર્ષે ગરમીઓની ઋતુમાં ઉત્પન્ન થયો હતો, આ વાયરસ પહેલા પ્રાણીઓમાં ફેલાયો અને પછી મનુષ્યમાં પહોંચ્યો. અહીંથી જ કોરોના વાયરસ ચીનના વુહાનમાં પહોંચ્યો હતો. ચીનના વૈજ્ઞાનિકોએ પણ આ ખોટા દાવા અંગે એક અહેવાલ તૈયાર કર્યો હતો, જેને બ્રિટનની ગ્લાસગો યુનિવર્સિટીના પ્રોફેસર રોબર્ટસન દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે પહેલો કેસ ચીનના વુહાનમાંથી જ આવ્યો હતો જે સત્ય છે અને સમગ્ર દુનિયા તેનાથી વાકેફ છે.

સાહિન-