Site icon Revoi.in

14 વર્ષની કિશોરી પોતાના તકીયા નીચે ફોન રાખીને સુતા,સવારે મળી મૃત હાલતમાં,જાણો એવું તો શું થયું ?

Social Share

આજકાલ મોબાઈલ ફોનમાં વિસ્ફોટ થવાના સમાચાર અવાર નવાર સામે આવતા રહેતા હોય છે,પરંતુ મોબાઈલ ફોનમાં વિસ્ફોટ થાય અને કોઈનું મોત થાય તેવું તો ભાગ્યે જ સાંભળવા મળતું હોય છે ,ત્યારે આવી જ એક ઘટના 14 વર્ષની અલુઆ એસેટકિજી સાથે બનવા પામી છે.

ડેલી મેલના એક રિપોર્ટ મુજબ કઝાકિસ્તાનના બાસ્તોબની 14 વર્ષની અલુઆ પોતાનો ફોન તકીયા પાસે ચાર્જમાં મુકીને સોંગ સાંભળતી હતી,ત્યાર બાદ તેને ઊંધ આવી જતા તે ફોન પોતાના પાસે જ રાખીને સુઈ ગઈ.જ્યારે સવાર પડતા તેના પરિવારે જોયું તો તેના બેડ પર અલુઆની માત્ર લાશ મળી હતી.

સવારે આ ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું કે અલુઆના ફોનમાં બ્લાસ્ટ થયો હતો,કહેવામાં આવી રહ્યું છે કે,આ બ્લાસ્ટ થતા તેનો ફોન તકીયા નીચે હોવાથી તેને માથા ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે તેનું તરત જ મોત થઈ ચૂક્યું હતું.

સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે,ફોરેન્સિક એક્સપર્ટે આ ઘટના અંગે તપાસ શરુ કરી હતી જેમાં તેમણે ફોન ઓવર ચાર્જ થઈ જતા બ્લાસ્ટ થયો હોવાની વાત જણાવી છે,આ બાળકીની મોતને દુર્ઘટના ગણાવવામાં આવી છે,જો કે, વિસ્ફોટ થયેલા ફોનની કંપનીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી,મૃતક બાળકી અલુઆની મિત્ર અયાઝાને લખ્યું છે કે, “મને હજુ પણ વિશ્વાસ નથી થતો,અમે લોકો ખાસ મિત્રો હતા,હંમેશા તારી કમી રહેશે”.