Site icon Revoi.in

દહેગામના કંથારપુર વડ ખાતે 22 ફૂટ ઉંડે ધ્યાન યોગ કેન્દ્રનું નિર્માણ થશે

Social Share

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર વડ સંકુલ ખાતે ભૂતળમાં ધ્યાન-યોગ કેન્દ્ર વિકસાવવા માટે આયોજન હાથ ધરાયું છે. જમીન સપાટીથી ૨૨ ફૂટ નીચે બનનારું આ કેન્દ્ર આધ્યાત્મિક સાધનામાં રૂચિ ધરાવતા સાધકો માટે મહત્વનું સ્થળ બની રહેશે. આ પરિસરમાં આવતા શ્રદ્ધાળુઓને માનસિક-શારીરિક સ્વાસ્થ્ય લાભ થાય તે હેતુથી અહીં  આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર પણ બનશે.

લોકોક્તિ અનુસાર આ વડ 500 વર્ષ પુરાણો છે. કંથારપુર મહાકાળી વડ તરીકે જાણીતા બનેલા આ વડને “મીની કબીરવડ”ના નામે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2006માં પ્રવાસન સ્થળની યાદીમાં સમાવેશ કર્યો હતો. 28 ઓગસ્ટ, 2013માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને આ સ્થળને ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી. ગુજરાત સરકારે મે- 2021માં આશરે રૂ. 15 કરોડના બજેટની જોગવાઈ સાથે “કંથારપુર મહાકાળી વડ” વિકાસ પ્રકલ્પને વધુ ગતિશીલ બનાવ્યો. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશમાં આ સ્થળને વિકસિત કરવા માટેના યોજનાબદ્ધ પ્રયાસો ચાલી રહ્યા છે. મુખ્યમંત્રીએ સ્થળ મુલાકાત લઈ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.

પ્રોજેક્ટ અંગે વિગતે વાત કરતાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GPYVB)ના સચિવ આર.આર.રાવલે જણાવ્યું હતું કે, ” કંથારપુર મહાકાળી વડ વિકાસ પ્રોજેક્ટમાં બીજા તબક્કામાં રૂ. 9.70 કરોડના ખર્ચે વિવિધ વિકાસ-કાર્યો હાથ ધરાઈ રહ્યા છે.” બીજી તરફ સરકાર દ્વારા પ્રવાસન વિસ્તારોના વિકાસ માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેથી દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાત આવી રહ્યાં છે.

Exit mobile version