Site icon Revoi.in

સોશિયલ મીડિયામાં અક્ષય અને શાહરૂખ ખાનની 23 વર્ષ જૂની તસવીર થઈ વાયરલ

Social Share

મુંબઈઃ બોલીવુડના અનેક કલાકારો સોશિયલ મીડિયા ઉપર એક્ટીવ રહે છે. દરમિયાન વર્ષ 1997માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને શાહરૂખ ખાનની ફિલ્મ ‘દીલ તો પાગલ હૈ’ ના સેટની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેની ઉપર બંને અભિનેતાઓના પ્રશંસકો વિવિધ પ્રકારના રિએક્શન આપી રહ્યાં છે.

બોલીવુડના સ્ટાર અક્ષય કુમાર અને શાહરૂખ ખાન ફિલ્મ ઈન્ડસ્ટીમાં જાણીતુ નામ છે. બંને અભિનેતાઓએ પોતાના કેરિયરની શરૂઆત સાથે જ કરી હતી. જો કે, ભાગ્યે જ બંને અભિનેતાઓ સાથે મોટા પર્દા ઉપર જોવા મળ્યાં છે. વર્ષ 1997માં રિલીઝ થયેલી દિલ તો પાગલ હૈ ફિલ્મમાં બંને અભિનેતા સાથે જોવા મળ્યાં હતા. જો કે, ત્યાર બંને અભિનેતાઓએ સાથે કામ કર્યું નથી. આ મુદ્દે ફિલ્મ જગતમાં અલગ-અલગ વાતો થઈ રહી છે.

એક ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાને અભિનેતા અક્ષય કુમાર સાથે ફિલ્મ નહીં કરવાનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું સવારે વહેલો ઉઠી શકતો નથી. જેટલા વહેલા અક્ષય કુમાર ઉઠે છે એટલા વાગ્યે મારા સૂઈ જવાનો સમય થાય છે. તેમનો દિવસ જલદી શરૂ થાય છે. જ્યારે હું કામ કરવાની શરૂઆત કરું છું ત્યાં સુધીમાં તેઓ પોતાની બેગ પેક કરીને ઘરે જવાની તૈયારી કરતા હોય છે. હું આ મામલે થોડો અલગ છું. બહુ ઓછા લોકો હશે જે મોડી રાત સુધી ફિલ્મનું શુટીંગ કરવાનું પસંદ કરે છે.

તાજેતરમાં જ ફિલ્મ દિલ તો પાગલ હૈ ના સેટની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં અક્ષય કુમાર અને શાહરૂખ ખાન ક્રિકેટ રમતા જોવા મળે છે. આ તસ્વીરમાં અક્ષય કુમાર બેટીંગ કરી રહ્યાં છે. જ્યારે શાહરૂખ કાન વિકેટકિપીંગ કરતા નજરે પડે છે. સોસિયલ મીડિયા ઉપર પણ લોકો વિવિધ પ્રકારના રિએકશન આપી રહ્યાં છે.

Exit mobile version