Site icon Revoi.in

અફધાનિસ્તાનના પાટનગર કાબુલમાં રક્ષામંત્રીના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટની ઘટના

Social Share

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં ઘણા સમયથી તાલિબાન દ્વારાર આતંક ફેલાવવામાં આવી રહ્યો છે , ત્યારે વિતેલી રાતે અફઘાનિસ્તાનની રાજધાનિમાં સ્થિત રક્ષામંત્રીના ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું.આ વિસ્તાર ગ્રીન ઝોન ગણાતા શેરપુપરમાં સમાવેશ પામે છે.

મળતી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનના રક્ષા મંત્રી બિસ્મિલ્લાહ મોહમ્મદીના ઘર અક કારમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, આ ઘમાકામાં અંદાજે 10 જેટલા લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.આ સાથે જ ફાયરિંગની ઘટનાઓ પણ બ્લાસ્ટ થયા પછી શરુ થઈ હતી.મીડિયા રિપોર્ટસ્ પ્રમાણે આ હુમલો કાર બોમ્બ દ્વારા કરવામાં આવ્યો હતો

જે વિસ્તારનમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો છે તે વિસ્તાર સુરક્ષિત હોવાના કારણે તે ગ્રીન ઝોનમાં સમાવેશ પામે છે,જો કે આ સાથે જ અત્યાર સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી પણ લીધી નથી. આ ઘટનાને લઈને કાર્યકારી રક્ષા મંત્રી જનરલ બિસ્મિલ્લાહ મોહમ્મદીએ જણાવ્યું હતું કે,કાબુલમાં થેયલા વિસ્ફોટ પછી  તેઓ અને તેમનો પરિવાર સંરપૂર્ણ સુરક્ષિત છે. તેમણે કહ્યું કે તેમના કેટલાક સુરક્ષા દળો ઘાયલ થયા છે. આ સાથે જ જાણવા મળ્યું છે કે કેટલાક બંદૂકધારીઓ મંત્રીના ઘરમાં પણ પ્રવેશ્યા  હતા.જો કે સુરક્ષાદળોને તેમનો ખાતમો કર્યો હતો.

 

ઉલ્લ્ખનીય છે કે ઘણા સમયથી તાલિબાન અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારો પર સતત હુમલો કરી ત્યાની શાંતિ ભંગ કરી રહ્યું છે, ત્યારે હવે રાજઘાનીને પણ નિશાના પર લાવવાના તાલિબાને પ્રયત્નો શરુ કરી દીધા છે,