Site icon Revoi.in

હતાશ થવું એ નિરાકરણ નથી, જમ્મુમાં 26 વર્ષના યુવકને કોરોના સમયમાં નોકરી ન મળતા કર્યો પોતાનો બિઝનેસ શરૂ

Social Share

શ્રીનગર:  જમ્મુ અને કાશ્મીરમાં રહેતા 26 વર્ષના એક યુવકે એવુ કામ કર્યું છે જે સૌ કોઈએ કરવુ જોઈએ અને તે કામ છે હતાશ ન થવાનું.. વાત એવી છે કે કોરોનાકાળના સમયમાં નોકરી ન મળતા તેણે પોતાનો બિઝનેસ ઉભો કરી દીધો અને તે યુવકે તેમાં સફળતા મેળવી.

મીડિયા રીપોર્ટના અનુસાર જમ્મુના રહેવાસી 26 વર્ષીય અતાઉલ્લાહ બુખારીએ સોફ્ટવેર એન્જિનિયરનો અભ્યાસ કર્યો અને પછી શાકભાજી અને ફળો વેચવાનું કામ શરૂ કર્યું, પરંતુ તેની રીત એકદમ નવી અને હાઈટેક હતી. પરિણામ એ આવ્યું કે ઓછા સમયમાં જ અતાઉલ્લાહની સ્ટાર્ટ અપ શોપ ઓન વ્હીલ ચર્ચિત બની ગઈ.

કોરોનાવાયરસની મહામારીના કારણે છેલ્લા કેટલાક મહિનામાં કેટલાક લોકોએ પોતાની નોકરીમાંથી હાથ ધોવા પડ્યા  છે. આવક બંધ થતા મોટી સંખ્યામાં અનેક સેક્ટરમાં લોકોની નોકરીઓ જતી રહી છે પરંતુ કોરોનાવાયરસ મહામારીના સમયમાં એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે જેમાં કેટલાક લોકોએ પોતાના કંફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કાંઈક મોટુ કરવાનું વિચાર્યું અને તેઓ સફળ પણ થયા.

જમ્મુના રાજૌરી જિલ્લાના અતાઉલ્લાહનો પરિવાર જમ્મુ શહેરના બઠિંડી વિસ્તારમાં જ રહે છે. તેઓ ચંડીગઢમાં અભ્યાસ કરવા ગયા, સોફ્ટવેર એન્જિનિયર બનીને પર પણ આવ્યા, પરંતુ કોઈ ખાસ નોકરી જમ્મુમાં મળી નહીં. તો વિચાર્યું કે બહાર જઈને નોકરી શોધવામાં આવે, પણ કોરોનાએ ઘરમાં જ બેસાડી દીધા. અતાઉલ્લાહ પાસે ન તો નોકરી હતી કે નોકરી શોધવાના ઓપ્શન. એક દિવસ અચાનક વિચાર આવ્યો કે કંઈક પોતાનું કામ જ શરૂ કરવામાં આવે.

આ બાબતે અતાઉલ્લાહ કહે છે કે ‘જેવું અનલોક થયું મેં એક થ્રી વ્હીલર ઓટો ફાઈનાન્સ કરાવી અને તેને ‘શોપ ઓન વ્હીલ’ની જેમ ડિઝાઈન કરાવી. એટલું તો નક્કી હતું કે હાલના દિવસમાં લોકોને જો ઘેરબેઠાં હાઈજેનિક રીતે સ્વસ્થ અને સારી ક્વોલિટીનાં શાકભાજી અને ફળ મળશે તો તેઓ જરૂર ખરીદશે.

સપ્ટેમ્બરમાં કામ શરૂ કરતાં પહેલાં બે શિક્ષિત પણ રોજગારી શોધતા મિત્રો અબ્દુલ મતીન અને આમિર નિસાર સાથે વાત કરી તો તેઓ પણ સાથે કામ કરવા માટે તૈયાર થઈ ગયા. અમે ત્રણેયે નક્કી કર્યુ કે ભલે શાકભાજી મોંઘાં મળે કે ઓછા વેચાય પણ અમે ક્વોલિટી સાથે કોઈ સમાધાન નહીં કરીએ.

શરૂઆતમાં અમે જમ્મુની મશહૂર નરવાલ મંડીમાંથી સારાં ફળો-શાકભાજી ખરીદીને, ઓછા ભાવે લોકોને ઘરો સુધી પહોંચાડવા લાગ્યા. આજે અમે જમ્મુનાં 100 જેટલાં ઘરોને ઓનલાઈન અને વ્હોટ્સ એપ ઓર્ડર દ્વારા શાકભાજી આપીએ છીએ. આ ઉપરાંત અમે જમ્મુના અનેક રહેણાક વિસ્તારો અને સોસાયટીમાં જઈને પણ શાકભાજી-ફળો વેચી રહ્યા છીએ.’