Site icon Revoi.in

ક્રિકેટના મશહુર કમેંટેટર અને ઇંગ્લેન્ડના પૂર્વ બોલર રોબિન જૈકમૈનનું 75 વર્ષની વયે નિધન

Social Share

દિલ્લી: ક્રિકેટના મશહુર કમેંટેટર અને ઇંગ્લેન્ડના પૂર્વ બોલર રોબિન જૈકમૈનનું 75 વર્ષની વયે નિધન થયું છે. તેના મૃત્યુના સમાચાર સાંભળીને દુનિયાભરના ફેંસ સદમામાં છે. જૈકમૈનને કમેંટરીમાં તેમના ખાસ અંદાજ માટે ઓળખવામાં આવે છે.

રોબિન જૈકમૈનએ માર્ચ 1981માં વેસ્ટઇન્ડીઝ સામે ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી. સોશિયલ મીડિયા પર દુનિયાભરના ફેંસ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

તેમણે પોતાના ક્રિકેટ કાળમાં 15 વન ડે મેચ રમી હતી. જેમાં તેમણે 54 રન બનાવ્યા હતા. જો બોલિંગ વિશે વાત કરીએ તો, વનડેમાં 14 વિકેટ અને ટેસ્ટ મેચોમાં 17 વિકેટ પડી હતી. આઇસીસીએ પણ રોબિન જૈકમૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આઇસીસીએ ટવિટ કરીને કહ્યું કે, મહાન કમેંટેટર અને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર રોબિન જૈકમૈનના મૃત્યુ વિશે જાણીને અમને ખુબ જ દુઃખ થાય છે, જેમનું 75 વર્ષની વયે નિધન થયું છે.

દેવાંશી