Homeગુજરાતીક્રિકેટના મશહુર કમેંટેટર અને ઇંગ્લેન્ડના પૂર્વ બોલર રોબિન જૈકમૈનનું 75 વર્ષની વયે...

ક્રિકેટના મશહુર કમેંટેટર અને ઇંગ્લેન્ડના પૂર્વ બોલર રોબિન જૈકમૈનનું 75 વર્ષની વયે નિધન

  • મશહુર કમેંટેટર રોબિન જૈકમૈનનું નિધન
  • 75 વર્ષની વયે થયું નિધન
  • આઇસીસીએ કર્યો શોક વ્યક્ત
  • ફેંસ આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ

દિલ્લી: ક્રિકેટના મશહુર કમેંટેટર અને ઇંગ્લેન્ડના પૂર્વ બોલર રોબિન જૈકમૈનનું 75 વર્ષની વયે નિધન થયું છે. તેના મૃત્યુના સમાચાર સાંભળીને દુનિયાભરના ફેંસ સદમામાં છે. જૈકમૈનને કમેંટરીમાં તેમના ખાસ અંદાજ માટે ઓળખવામાં આવે છે.

રોબિન જૈકમૈનએ માર્ચ 1981માં વેસ્ટઇન્ડીઝ સામે ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી. સોશિયલ મીડિયા પર દુનિયાભરના ફેંસ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

તેમણે પોતાના ક્રિકેટ કાળમાં 15 વન ડે મેચ રમી હતી. જેમાં તેમણે 54 રન બનાવ્યા હતા. જો બોલિંગ વિશે વાત કરીએ તો, વનડેમાં 14 વિકેટ અને ટેસ્ટ મેચોમાં 17 વિકેટ પડી હતી. આઇસીસીએ પણ રોબિન જૈકમૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આઇસીસીએ ટવિટ કરીને કહ્યું કે, મહાન કમેંટેટર અને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર રોબિન જૈકમૈનના મૃત્યુ વિશે જાણીને અમને ખુબ જ દુઃખ થાય છે, જેમનું 75 વર્ષની વયે નિધન થયું છે.

–દેવાંશી

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img