1. Home
  2. ગુજરાતી
  3. એક પીએફ એકાઉન્ટમાંથી બીજા પીએફ એકાઉન્ટમાં આ રીતે ફંડ ટ્રાન્સફર કરો, ફોલો કરો આ સ્ટેપ્સ
એક પીએફ એકાઉન્ટમાંથી બીજા પીએફ એકાઉન્ટમાં આ રીતે ફંડ ટ્રાન્સફર કરો, ફોલો કરો આ સ્ટેપ્સ

એક પીએફ એકાઉન્ટમાંથી બીજા પીએફ એકાઉન્ટમાં આ રીતે ફંડ ટ્રાન્સફર કરો, ફોલો કરો આ સ્ટેપ્સ

0
Social Share
  • નોકરિયાત લોકોને પીએફ ખાતા બદલી જવાથી ફંડ ટ્રાન્સફર કરવામાં થાય છે મુશ્કેલી
  • જો કે બે ખાતા હોય ત્યારે એકમાંથી બીજામાં ફંડ ટ્રાન્સફર કરી શકાય છે
  • અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે ફંડ ટ્રાન્સફર કરી શકશો

નવી દિલ્હી: નોકરિયાત વર્ગ પોતાની કારકિર્દી દરમિયાન પ્રગતિ માટે અનેક વાર નોકરી બદલતા હોય છે. એવામાં એક નોકરીમાંથી બીજી નોકરીમાં જવાથી લોકોના પીએફ ખાતા પણ બદલાઇ જાય છે. પીએફ ખાતા બદલી જવાથી મોટાભાગના લોકોને જૂના પીએફ ખાતામાંથી પૈસા નીકાળવા તેમજ ફંડ ટ્રાન્સફર કરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડે છે. બે ખાતા હોય ત્યારે એકમાંથી બીજામાં ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. પીએફ ટ્રાન્સફર કરવાની પ્રોસેસ ખૂબ જ સરળ છે. તે માટે તમારે માત્ર નીચે જણાવેલાં સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

આ સ્ટેપ્સ ફોલો કરો

1) કર્મચારીનો UAN એટલેકે, યૂનિવર્સલ એકાઉન્ટ નંબર EPFO ના મેમ્બર પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર એક્ટિવેટ હોવો જોઈએ
2)  UAN એક્ટિવેટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલો મોબાઈલ નંબર પણ એક્ટિવ હોવો જોઈએ. કારણકે, OTPને પણ આજ નંબર પર મોકલામાં આવશે
3) કર્મચારીનો બેંક એકાઉન્ટ નંબર અને આધાર નંબર તેના UAN સાથે લીંક હોવો જોઈએ
4) છેલ્લી જોબની ડેટ ઓફ એગ્ઝિટ પહેલાંથી જ હોવી જોઈએ. જો ન હોય તો તેને પહેલાં અપડેટ કરી લો
5) નિયોક્તા દ્વરા ઈ-KYC પહેલાંથી જ મંજૂર હોવી જોઈએ
6) છેલ્લી મેમ્બર આઈડી માટે માત્ર એક ટ્રાંસફર રિક્વેસ્ટ મંજૂર કરવામાં આવશે
7) એપ્લાય કરતા પહેલાં મેમ્બર પ્રોફાઈલી અંદર આપવામાં આવેલી અંગત જાણકારીને વેરિફાઈ અને કન્ફર્મ કરી લો
8) વેલિડ ઓળખ પત્ર (પાનકાર્ડ, આધર કાર, ડ્રાઈવીંગ લાઈસન્સ)ની સોફ્ટ કોપી પણ તૈયાર રાખો

એકાઉન્ટ ટ્રાંસફર કરવાની આ છે પ્રોસેસ
1) EPFOના યૂનિફાઈડ મેમ્બર પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જાઓ અને  UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઈન કરો.
2) લોગ ઈન પછી ‘Online Services’ પર જાઓ અને ઓપ્શન ‘one member one epf એકાઉન્ટ(ટ્રાંસફર રિક્વેસ્ટ)’ પર ક્લિક કરો.
3) વર્તમાન નિયુક્તિ સાથે જોડાયેલી અંગત જાણકારી અને પીએફ એકાઉન્ટને વેરિફાઈ કરો.
4) ત્યાર બાદ Get Details ઓપ્શન પર ક્લિક કરો. તમારે છેલ્લી નિયુક્તિની પીએફ અકાઉન્ટ ડિટેલ્સ આપવી પડશે.
5) ઓનલાઈન ક્લેમ ફોર્મને અટેસ્ટ કરવા માટે પાછલા નિયોક્તા અને વર્તમાન નિયોક્તામાંથી કોઈપણ એકને સિલેક્ટ કરો. તમે એને ઓથોરાઈઝ્ડ સિગ્રેટરી હોલ્ડિંગ DSCના આધારે પસંદ કરો.
6) બન્ને માંથી કોઈપણ નિયોક્તાને પસંદ કરીને મેમ્બર આઈડી અથવા UAN આપો.
7) બધા કરતા છેલ્લે ‘Get OTP’ ઓપ્શન પર ક્લિક કરો. જેથી તમારી પાસે  UANમાં રઝિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. પછી એ ઓટીપીને નાંખીને સબમિટ ઓપ્શન પર ક્લિક કરો.

ત્યાર પછી એક ટ્રેકિંગ આઈડી જનરેટ થશે. જેનાથી આવેદનને ટ્રેક કરવું વધુ આસાન બનશે. આ ઉપરાંત કર્મચારીને ટ્રાંસફર ક્લેમ ફોર્મ (ફોર્મ-13) ડાઉનલોડ કરવાનું રહેશે.

આ રીતે તમે પણ સરળતાપૂર્વક આ સ્ટેપ્સ ફોલો કરીને તમારું ફંડ એક ખાતામાંથી બીજામાં ટ્રાન્સફર કરી શકો છો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code