Homerevoinewsરાજ્યના ચિત્ર કલાકાર અનિલ શાહ ભારત સેવા પુરસ્કાર 2026થી સન્માનિત

રાજ્યના ચિત્ર કલાકાર અનિલ શાહ ભારત સેવા પુરસ્કાર 2026થી સન્માનિત

અમદાવાદ, 16 મે, 2026રાજ્યના ચિત્ર કલાકાર શ્રી અનિલ શાહને બેંગલુરુસ્થિત ભારત સેવા સોસાયટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ સોસાયટી દ્વારા શ્રી અનિલ શાહનું ભારત સેવા પુરસ્કાર-2026થી સન્માન કરાવામાં આવ્યું છે. સન્માનની સાથે સંસ્થા દ્વારા વિસ્તૃત પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે જેમાં કલાકાર તરીકે અનિલભાઈની સિદ્ધિઓની નોંધ લેવામાં આવી છે.

આ સન્માન અંગે અનિલભાઈ શાહે રિવોઈ ન્યૂઝને જણાવ્યું કે, તેમને ભારત સેવા પુરસ્કાર એવોર્ડ. 2026 એનાયત થયો છે. આ એક ઑનલાઈન સ્પર્ધા હોય છે અને તેમાં બે પેઈન્ટિંગ મોકલવાના હોય છે. જો મોકલાવેલા પેઈન્ટિંગ સ્પર્ધા માટે પસંદ થાય તો સ્પર્ધામાં ભાગ લેવા માટે 400 રૂપિયાની એન્ટ્રી ફી ભરવાની હોય છે. ત્યારબાદ નિષ્ણાતો દ્વારા વિજેતાઓની પસંદગી થતી હોય છે.

State painter Anil Shah honored with Bharat Seva Puraskar 2026
State painter Anil Shah honored with Bharat Seva Puraskar 2026

શ્રી અનિલ શાહને જે પેઈન્ટિંગ માટે પુરસ્કાર મળ્યો તે અહીં જુઓ…

State painter Anil Shah honored with Bharat Seva Puraskar 2026

State painter Anil Shah honored with Bharat Seva Puraskar 2026
State painter Anil Shah honored with Bharat Seva Puraskar 2026
સંબંધિત લેખો

Most Popular