Homerevoinewsસેવા સંકલ્પ અભિયાન: ‘આંગણ મિલન ઉત્સવ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ

સેવા સંકલ્પ અભિયાન: ‘આંગણ મિલન ઉત્સવ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ

અમદાવાદ, 28 સપ્ટેમ્બર, 2026 – Seva Sankalp Abhiyan વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશના પ્રધાનમંત્રી તથા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજે ICDS આંગણવાડી કેન્દ્ર, રામસિંગની ચાલી, વિરાટનગર, અમદાવાદ ખાતે ‘આંગણ મિલન ઉત્સવ’ અન્વયે આયોજિત કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.

Seva Sankalp Abhiyan: BJP State President attending the ‘Aangan Milan Utsav’ event
Seva Sankalp Abhiyan: BJP State President attending the ‘Aangan Milan Utsav’ event

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આંગણવાડીના બાળકો સાથે આત્મીય અને સહજ સંવાદ કરી બાળકોને રમકડાં, ફ્રૂટ અને પૌષ્ટિક કીટ સહિત પોશાકનું વિતરણ કર્યું હતું તેમજ બાળ વિકાસ અને માતા-બાળ આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી કરનાર આંગણવાડીની બહેનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમની સાથે સંવાદ કરી સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે શહેર ભાજપા અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, સહિત સંગઠન અને મહાનગરપાલિકાના ભાજપાના પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular