HomerevoinewsUPI પેમેન્ટ પર MDR વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

UPI પેમેન્ટ પર MDR વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

  • કેન્દ્ર સરકાર, RBI, NPCI અને UPI સ્ટીયરીંગ કમિટીને નોટિસ જારી; 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો

નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર, 2026: MDR on UPI payments રૂ. 2000થી વધુના યુપીઆઈ (UPI) પેમેન્ટ પર વેપારીઓ પાસેથી મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાના નિર્ણય પર રોક લગાવવાનો સર્વોચ્ચ અદાલતે ઇનકાર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે આ સમગ્ર મામલે કેન્દ્ર સરકાર, ભારતીય રિઝર્વ બેંક (RBI), નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને UPI સ્ટીયરીંગ કમિટીને નોટિસ જારી કરીને 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

MDR ફી છે, ટેક્સ છે કે બીજું કંઈ?
વેપારીઓ પાસેથી રૂ. 2000 થી વધુના યુપીઆઈ ચૂકવણું સ્વીકારવા પર MDR ચાર્જ વસૂલવાના સરકારના નિર્ણય સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી. વકીલ અંજન દત્તની અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતો એમડીઆર (MDR) કોઈ ફી છે, કર (ટેક્સ) છે કે પછી બીજું કંઈ છે?

મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠે નોટિસ જારી કરી
અંજન દત્ત દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આ સંબંધમાં 14 ડિસેમ્બરે જારી કરાયેલી અધિસૂચના (નોટિફિકેશન) અને 15 સપ્ટેમ્બરે જારી કરાયેલા MDR ફ્રેમવર્કને રદ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે પૂરતા કાનૂની આધાર વગર આ નિર્ણય લીધો છે. આ સમગ્ર મામલે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠે કેન્દ્ર સરકાર, ભારતીય રિઝર્વ બેંક, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને UPI સ્ટીયરીંગ કમિટીને નોટિસ જારી કરી છે.

સરકારે રૂ. 2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા MDR ને મંજૂરી આપી
વાસ્તવમાં, કેન્દ્ર સરકારે વેપારીઓને કરવામાં આવતા રૂ. 2000થી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા એમડીઆરને મંજૂરી આપી હતી. રૂ. 2000 સુધીના તમામ પ્રકારના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત રહેશે. આ ઉપરાંત, બે વ્યક્તિઓના સામાન્ય યુપીઆઈ ખાતા વચ્ચે થતા વ્યવહારો (P2P ટ્રાન્ઝેક્શન) પણ સંપૂર્ણપણે મફત રહેશે.

સરકારે તાજેતરમાં સ્પષ્ટતા કરી હતી કે MDR એ કોઈ ટેક્સ નથી, પરંતુ એક ફી છે, જેને બેંકો અને યુપીઆઈ પ્લેટફોર્મ્સ વચ્ચે વહેંચવામાં આવશે. આ નવી વ્યવસ્થા 15 ઓક્ટોબરથી અમલમાં આવનાર છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારામને MDR અંગે નિવેદન આપ્યું હતું
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને આ વર્ષે ઓગસ્ટની શરૂઆતમાં જણાવ્યું હતું કે એમડીઆર ફી ગ્રાહકો પર નહીં, પરંતુ વેપારીઓ પર લાગુ થાય છે અને તેનાથી મળતી રકમનો ઉપયોગ બેંકો અને ફિનટેક કંપનીઓ માળખાકીય સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) અને સુરક્ષામાં સુધારો કરવા માટે કરે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular