અમરેલી, 28 સપ્ટેમ્બર, 2026 : Sick lion attacks Forest team જિલ્લાના રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામ નજીક વાડી વિસ્તારમાં એક સિહ બીમાર હાલતમાં પડ્યો હોવાની જાણ થતાં જ ફોરેસ્ટની ટીમ બીમાર સિંહનું રેસ્ક્યુ કરવા માટે પહોંચી હતી. અને સિંહને પકડીને પાંજરે પુરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સિંહે હુમલો કરતાં બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. વનવિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યા બાદ સિંહ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શેત્રુંજી વિભાગના DCF ચિરાગ અમીન અને ACF રાજન જાદવ સહિતની વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હુમલો કરનાર સિંહને ઝડપી પાડવા માટે વનવિભાગ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં નવી બારપટોળી નજીક વાડી વિસ્તારમાં સિંહ બીમાર હોવાની જાણ વનવિભાગને થતાં સિંહના રેસ્ક્યૂ માટે ટીમ સ્થળ પર પહોંચી હતી. વનવિભાગની ટીમ દ્વારા સિંહને પકડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક સિંહે વનવિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ફોરેસ્ટર એમ.જે. ખાવડિયા અને ટ્રેકર ભરત જોગદીયા ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટ્રેકર ભરત જોગદીયાને પેટના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વનવિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યા બાદ સિંહ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શેત્રુંજી વિભાગના DCF ચિરાગ અમીન અને ACF રાજન જાદવ સહિતની વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હુમલો કરનાર સિંહને ઝડપી પાડવા માટે વનવિભાગ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રિના સમયથી શરૂ કરાયેલી શોધખોળ વહેલી સવાર સુધી ચાલી હતી. આસપાસના વાડી વિસ્તારોમાં સિંહના પગલાં, હિલચાલ અને હાજરી અંગે તપાસ કરવામાં આવી હતી.
મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છતાં હુમલો કરનાર સિંહને પકડવામાં સફળતા મળી ન હતી. જેના કારણે નવી બારપટોળી સહિત આસપાસના વાડી વિસ્તારમાં રહેતા લોકો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વનવિભાગ દ્વારા સિંહની હિલચાલ પર નજર રાખવા તેમજ તેને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવા માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.


