Homerevoinewsસોનિયા ગાંધીના પુસ્તક પર રાજકીય ઘમાસાણ: ઉત્સાહ વચ્ચે ઉઠ્યા તીખા સવાલો

સોનિયા ગાંધીના પુસ્તક પર રાજકીય ઘમાસાણ: ઉત્સાહ વચ્ચે ઉઠ્યા તીખા સવાલો

હેમંત પરમાર દ્વારા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીનું બહુચર્ચિત પુસ્તક “બિલોન્ગિંગ: અ જર્ની ઑફ લવ” બજારમાં આવતાની સાથે જ દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. એક તરફ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં આ પુસ્તકને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ રાજકીય વિરોધીઓ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ટિપ્પણીઓમાં ભૂતકાળની ઘટનાઓને લઈને ધારદાર સવાલોની ઝડી વરસાવવામાં આવી રહી છે. ટીકાકારોનું કહેવું છે કે કોંગ્રેસીઓનો ઉત્સાહ જોઈને જાણે ભારતના ઇતિહાસમાં આ પહેલું પુસ્તક આવ્યું હોય તેવો માહોલ સર્જાયો છે, પરંતુ સવાલ એ છે કે શું આ પુસ્તકમાં ઇતિહાસના વણઉકેલ્યા અને વિવાદાસ્પદ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે ખરા?

પુસ્તકના પ્રકાશન બાદ કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતનો એક વીડિયો ખૂબ ચર્ચામાં આવ્યો છે, જેમાં તેમણે અત્યંત પ્રસન્નતા અને ભાવુકતા સાથે પુસ્તકની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે પુસ્તકના કવર પર સોનિયા ગાંધીનો જે ફોટો છે, તે ૧૯૬૬માં રાજીવ ગાંધીએ ત્યારે લીધો હતો જ્યારે તેઓ સોનિયાના પિતા પાસે તેમનો હાથ માંગવા ઈટાલી ગયા હતા. તે સમયે સોનિયા ૨૦ વર્ષના હતા અને ઈટાલીમાં લગ્નની કાયદેસરની ઉંમર ૨૧ વર્ષ હોવાથી તેમના પિતાએ એક વર્ષ રાહ જોવા કહ્યું હતું. કોંગ્રેસ સમર્થકો આ પુસ્તકને પ્રેમ, ધૈર્ય, હિંમત અને ભારત પ્રત્યેના સમર્પણની ગાથા ગણાવી રહ્યા છે. જોકે, વિરોધીઓ કટાક્ષ કરતા પૂછી રહ્યા છે કે શું આ ઉત્સાહ અને પ્રેમકહાનીના વખાણ વચ્ચે પુસ્તકમાં રાજકીય અને ઐતિહાસિક વિવાદો પર કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે?

આ પણ વાંચોઃ હિન્દુ દ્રોહી નિવેદનો માટે સોનિયા ગાંધી માફી માંગે: ડૉ. સુરેન્દ્ર જૈન, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ્સ અને વિરોધીઓના પ્રશ્નોમાં સૌથી વધુ ચર્ચા આંસુઓ અને સંવેદનશીલ ઘટનાઓ પર થઈ રહી છે. ટીકાકારો સીધો સવાલ પૂછી રહ્યા છે કે શું સોનિયા ગાંધીએ આ પુસ્તકમાં જણાવ્યું છે કે બાટલા હાઉસ એન્કાઉન્ટર કે બાબરી મસ્જિદ ધ્વંસ વખતે તેમના આંસુ કેમ વહ્યા હતા, પરંતુ ૧૯૮૪ના શીખ નરસંહાર સમયે તેમના આંસુ કેમ ન પડ્યા? બીજી તરફ, ભાજપ સહિતના વિપક્ષી દળોએ પણ પુસ્તકમાં બાબરી વિવાદ અને ઓપરેશન બ્લુ સ્ટાર જેવા મુદ્દાઓની રજૂઆત સામે વાંધો ઉઠાવીને તેને ઇતિહાસ પર લીપાપોતી કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.

વાયરલ ટિપ્પણીઓમાં ગાંધી પરિવારના ઇતિહાસ સાથે જોડાયેલી કરુણ ઘટનાઓ અંગે પણ આકરા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ટીકાકારો સવાલ ઉઠાવી રહ્યા છે કે એવા તે કયા સંજોગો હતા કે તેમના ભારત આવ્યા બાદ સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું, ઈન્દિરા ગાંધીને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા અને રાજીવ ગાંધીને બોમ્બ વિસ્ફોટમાં ઉડાવી દેવામાં આવ્યા? આટલું જ નહીં, ૨૧ મેના રોજ જ્યારે રાજીવ ગાંધીની હત્યા થઈ, ત્યારે બાકીની રેલીઓમાં માથે સાડીનો છેડો રાખીને સાથે જતા સોનિયા ગાંધી તે દિવસે રેલીમાં કેમ નહોતા ગયા? તે દિવસે એવી કઈ પરિસ્થિતિ ઊભી થઈ હતી? સાથોસાથ, બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા રાજીવ ગાંધીના ડીએનએ સાથે મિલાન માટે રાહુલ ગાંધીએ કથિત રીતે ડીએનએ આપવાની ના કેમ પાડી હતી, તેવો વિવાદાસ્પદ પ્રશ્ન પણ સોશિયલ મીડિયામાં ઉછાળવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ જેહાદી ઝાકિર નાઈકના સંગઠન ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પરનો પ્રતિબંધ પાંચ વર્ષ લંબાયો

રાજકીય સત્તા અને નીતિનિર્માણ પર પણ તીખા સવાલો કરવામાં આવ્યા છે. વિરોધીઓનું કહેવું છે કે રાજીવ ગાંધીના નિધન બાદ સોનિયા ગાંધીએ વારંવાર કહ્યું હતું કે તેઓ ન તો વડાપ્રધાન બનવા માંગતા હતા કે ન તો રાજકારણમાં આવવા માંગતા હતા. પરંતુ સવાલ એ ઉઠે છે કે જો તેમને સત્તાની ઈચ્છા નહોતી, તો પછી યુપીએ શાસનકાળમાં “નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ” બનાવીને તેનું અધ્યક્ષપદ કેમ સંભાળ્યું, જેનું કામ વડાપ્રધાનને સલાહ આપવાનું હતું? ઉપરાંત, સરકાર પર દબાણ લાવીને કોમ્યુનલ વાયોલન્સ બિલ લાવવાનો પ્રયાસ કેમ થયો અને ટીકાકારોના આક્ષેપ મુજબ, તે બિલમાં રમખાણોની સ્થિતિમાં માત્ર હિન્દુઓને જ દોષિત ઠેરવવાની જોગવાઈ કેમ રાખવામાં આવી હતી? શું પુસ્તકમાં આ અંગે કોઈ ખુલાસો છે?

પુસ્તકની ચર્ચા વચ્ચે પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ સાથેના સંબંધોનો મુદ્દો પણ ફરીથી ગરમાયો છે. ટીકાકારો પ્રશ્ન પૂછી રહ્યા છે કે જે સોનિયા ગાંધીએ પોતાના પતિના હત્યારાઓને તો માફ કરી દીધા, તેઓ નરસિમ્હા રાવને કેમ માફ ન કરી શક્યા? આક્ષેપ કરવામાં આવે છે કે નરસિમ્હા રાવના નિધન બાદ તેમના પાર્થિવ દેહને કોંગ્રેસ કાર્યાલયની અંદર આવતા પણ રોકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે નરસિમ્હા રાવના પૌત્રે પણ આ પુસ્તકની આકરી ટીકા કરી છે. સામે પક્ષે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે સોનિયા ગાંધીએ દાયકાઓ સુધી વિરોધીઓના પ્રહારો અને દુષ્પ્રચારનો સામનો કર્યા બાદ હવે પોતાની વાત પૂરી સાદગી અને ગરિમાથી રજૂ કરી છે.

ટૂંકમાં, એક તરફ કોંગ્રેસ આ પુસ્તકને સોનિયા ગાંધીના અંગત જીવન, સંઘર્ષ અને દેશ પ્રત્યેના લગાવનો દસ્તાવેજ ગણાવી રહી છે, ત્યારે બીજી તરફ ટીકાકારો આશા વ્યક્ત કરી રહ્યા છે કે પુસ્તકમાં આ તમામ ધારદાર સવાલોના જવાબ પણ સામેલ હશે, જેથી તેમના ચાહકો અને સમર્થકો પાસે જાહેર ચર્ચાઓમાં આપવા માટે રેડીમેડ જવાબો તૈયાર મળી શકે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img