Site icon Revoi.in

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં આગ લાગતા દોડધામ

Social Share

અમદાવાદઃ અંકલેશ્વર GIDC માં આવેલી કંપનીમાં ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ એટલી વિકરાળ હતી કે આગના ધૂમાડા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા હતા. આગની જાણ થતાં જ અંકલેશ્વર,પાનોલી સહિતના ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બને છે.  GIDC વિસ્તારમાં લાકડાના બેલેટ બનાવતી કંપનીમાં ભયાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ છે.આગ એટલી વિકરાળ છેકે,તેના ધુમાડાના ગોટે ગોટા પાંચ કિલોમીટર સુધી જોવા મળ્યા હતા.આગની જાણ અંકલેશ્વર DPMC અને પાનોલી DPMC ના ફાયર ફાયટરોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર દોડી આવી  પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી હતી.આ ઘટનાની જાણ થતાની સાથે જ જીપીસીબી એસડીએમ DISHની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થયાનું જાણવા મળે છે. ફાયરબ્રિગેડ અને પોલીસ તંત્ર દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરુ કરવામાં આવી છે.