Site icon Revoi.in

દિલ્હીથી લખનૌ જઈ રહેલી  શતાબ્દિ એક્સપ્રેસની લગેજ બોગીમાં આજે વહેલી સવારે આગની ઘટના- મોટી દૂર્ઘટના ટળી

Social Share

લખનૌ – લખનૌ-શતાબ્દી એક્સપ્રેસની લગેજ બોગીમાં ભારે આગ લાગવાની ઘટના બની હતી ,ટ્રેનમાં આગ લાગવાથી રેલવે વહીવટી તંત્ર દોડતું થયું હતું . આગને કાબૂમાં લેવા રેલવે અધિકારીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને ઘટના સ્થળ પર મોકલી આપ્યા હતા. લગભગ બે કલાકની ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી

શનિવારે સવારે 6.41 વાગ્યે આ ઘટના બનવા પામી હતી. નવી દિલ્હીથી લખનૌ જઇ રહેલી 02004 શતાબ્દી એક્સપ્રેસ સ્પેશિયલ નિર્ધારિત સમયથી ચાલી રહી હતી. સવારે જ્યારે ટ્રેન ગાઝિયાબાદ રેલ્વે સ્ટેશન પહોંચી ત્યારે અચાનક ટ્રેનની સામાનવાળી બોગીમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. તાત્કાલિક ગાઝિયાબાદના સ્ટેશન અધિક્ષકને ઘટનાની જાણકારી આપવામાં આવી હતી.

આ સાથે પાછળ આવી રહેલી દરેક ટ્રેનોને પાછળના સ્ટેશનો પ રોકી દેવામાં આવી હતી. ટ્રેન અટકી જતા ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લગભગ બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. રેલવે અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે બાઇકને કારણે લગેજ બોગીમાં આગ લાગી છે.

આગ લાગતાની સાથે જ તરત જ બોગીને ટ્રેનના બીજા કોચથી અલગ કરીને આગ  પર કાબૂ મેળવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી હતી. જો કે મોટી દૂર્ઘટના ટળી છે અને આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

સાહિન-