Site icon Revoi.in

વિદેશી મહિલાએ અલગ અંદાજમાં ગાઈ હનુમાન ચાલીસા,લોકોએ લગાવ્યા ‘જય શ્રી રામ’ના નારા

Social Share

ઘણા ફની વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. કેટલાક એવા વિડીયો છે જે જોઈને તમને હસવું આવે છે.જ્યારે કેટલાક વિડીયો જોયા પછી લોકો વિચારમાં પડી જાય છે.તો, લોકો કેટલાક કિસ્સાઓમાં વિશ્વાસ પણ કરતા નથી. ત્યારે આવો જ એક સરસ મજાનો વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

આ દિવસોમાં એક વિદેશી મહિલા દ્વારા ગવાયેલું હનુમાન ચાલીસાનું પઠન ઈન્ટરનેટની દુનિયામાં ભારે ધૂમ મચાવી રહ્યું છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિદેશીઓ અલગ-અલગ વાદ્યો વડે હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છે. ભલે તેમના પાઠ કરવાની શૈલી અલગ હોય, પરંતુ વિદેશીઓના મુખેથી હનુમાન ચાલીસા સાંભળીને લોકોને ખૂબ જ સારું લાગે છે. વીડિયોની નીચે લોકો ‘જય શ્રી રામ’ના નારા લગાવી રહ્યા છે.

https://www.instagram.com/p/Cta318mJ0z4/

વીડિયોમાં ગિટારવાળી એક મહિલા હનુમાન ચાલીસાનો પાઠ કરતી જોવા મળી રહી છે, જ્યારે તેનો એક સાથી અલગ-અલગ સંગીતનાં સાધનો વગાડી રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @music_ki_duniya__1213 પેજ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં લાખોથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ અંગે ટિપ્પણી કરતા લોકોએ લખ્યું કે જ્યારે અન્ય દેશોના લોકો આપણી સંસ્કૃતિને અપનાવે છે ત્યારે તેમનું માથું ગર્વથી ઉંચુ થઈ જાય છે.