Site icon Revoi.in

વિશ્વ યોગ દિવસનો ઉત્સાહ સરહદથી લઈને દરિયા સુધી, INS વિક્રાંત પર યોગ દિવસની શાનદાર ઉજવણી

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતો જોવા મળ્યો છે, દેશના અનેક વિસ્તારોમાં યોગ દિવસ ઉજવાયો છે ખાસ કરીને દેશની સીયાચીન સરહદની માંડિને દરમિયામાં પણ યોગ દિવસની શાનદાર ઉજવણી જોવા મળી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે જો નૌસેનાની પહેલા વાત કરીએ તો આજરોજ બુધવારે યોગ દિવસ નિમિત્તે રાજનાથ સિંહ દેશ નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર સવારે 6 વાગ્યે પ્રથમ વખત નૌકાદળ સાથે યોગાભ્યાસ કર્યો હતો . સાથે જ નેવીના 9 યુદ્ધ જહાજોમાં 9 દેશોમાં મરીન યોગ કરતા પણ જોવા મળ્યા હતા.

બીજી તરફ સરહદ પરના જવાનોની વાત કરવામાં આવે તો ભારત-ચીન સરહદ નજીક પેંગોંગ ત્સો ખાતે સૈનિકોએ યોગ કર્યા હતા,આ સહીત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે ચારે બાજુ ઉત્સાહ છે ભારતીય સેનાએ જમ્મુ વિભાગના પૂંચ, રાજૌરી, ડોડા, કિશ્તવાડ, રામબન, રિયાસી અને જમ્મુ જિલ્લામાં વિવિધ સ્થળોએ યોગ સત્રો યોજ્યા હતા. જવાનોએ સંપૂર્ણ સમર્પણ સાથે યોગ  કરી આ દિવસની ઉજવણી કરી હતી.

આ સહીત જો દેશના દૂદા દૂદા મંત્રીઓની વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને યોગ કર્યા હતા.

આ સહીત આજના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના નોઈડા ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ યોગ કર્યા હતાતો બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જબલપુરમાં યોગ કાર્યક્રમમાં હાજર રહી યોગ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આજે બિધવાર 21 જૂનના રોજ 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 વિશ્વભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે યોગ દિવસ 2023 ની થીમ ‘વસુધૈવ કુટુંબકમ માટે યોગ’ રાખવામાં આવી છે. વસુધૈવ કુટુમ્બકમનો અર્થ છે- પૃથ્વી પરિવાર છે. આ થીમનો ઉદ્દેશ્ય એ છે કે પૃથ્વી પરના તમામ લોકોએ પરિવાર તરીકે સ્વાસ્થ્ય માટે યોગને અપનાવવો જોઈએ. આ સહીત  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં જ યોગ દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.