દુનિયાભરને ચોંકાવી દીધા છે. બીજી તરફ ટ્રમ્પને જીતાડનારા અમેરિકન નાગરિકો હવે મોટી સંખ્યામાં દેશ છોડી રહ્યા છે. હવે રેકોર્ડ સંખ્યામાં અમેરિકન નાગરિકો બ્રિટિશ નાગરિકતા મેળવવાની રેસમાં છે. આ આંકડો છેલ્લા 21 વર્ષમાં સૌથી વધુ છે અને એટલું જ નહીં, હજારો અમેરિકનોએ અમેરિકન નાગરિકતા પણ છોડી દીધી છે.
યુકે હોમ ઓફિસના તાજેતરના આંકડા દર્શાવે છે કે જાન્યુઆરી અને માર્ચ 2025 વચ્ચે, 1,931 અમેરિકનોએ બ્રિટિશ નાગરિકતા માટે અરજી કરી હતી. આ 2004 પછીનો સૌથી વધુ આંકડો છે. આ આંકડો છેલ્લા ત્રણ મહિના કરતાં 12% વધુ છે. રસપ્રદ વાત એ છે કે આ એ જ સમય છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
આ પહેલી વાર નથી બન્યું. જ્યારે ટ્રમ્પ પહેલી વાર રાષ્ટ્રપતિ બન્યા અને કોવિડ-૧૯નો કહેર ચાલી રહ્યો હતો, ત્યારે અમેરિકન નાગરિકોનો દેશ છોડવાનો ટ્રેન્ડ વધ્યો. ૨૦૨૦ ના પ્રથમ છ મહિનામાં, ૫,૮૦૦ થી વધુ લોકોએ યુએસ નાગરિકતાનો ત્યાગ કર્યો, જે ૨૦૧૯ કરતા ત્રણ ગણો વધુ હતો.
લોકો ફક્ત રાજકારણથી જ નહીં, પણ કર પ્રણાલી, આરોગ્ય સુવિધાઓની સ્થિતિ અને સામાજિક વાતાવરણથી પણ પરેશાન છે. એકાઉન્ટિંગ ફર્મ બેમ્બ્રિજ એકાઉન્ટન્ટ્સ અનુસાર, આ તે લોકો છે જેઓ અમેરિકા છોડીને ગયા છે અને હવે અન્યત્ર કાયમી રીતે સ્થાયી થવા માંગે છે. ખાસ કરીને, યુકેમાં “સ્થાયી સ્થિતિ” મેળવનારા અમેરિકનોની સંખ્યા 2024 માં 5,500 થી વધુ હતી, જે ગયા વર્ષ કરતા 20% વધુ છે.
એક તરફ જ્યાં અમેરિકનો યુરોપ તરફ વળી રહ્યા છે, ત્યાં બીજી તરફ યુરોપિયન દેશોએ પણ કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે નવા ઇમિગ્રન્ટ્સ માટે નાગરિકતાના નિયમો વધુ કડક કરવામાં આવશે. ઇટાલીએ પણ એક નવો કાયદો પસાર કર્યો છે, જે વંશાવળીના આધારે નાગરિકતા આપવાનું બંધ કરશે.