Site icon Revoi.in

ચીનના લુલિયાંગ પ્રાંતમાં ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના. દાઝી જવાથી 11 લોકોના મોત

Social Share

ચીન-  આજ રોજ ચીનના શાંક્સી પ્રાંતના લુલિયાંગમાં કોલસા કંપનીની બિલ્ડિંગમાં લાગેલી આગમાં 11 લોકોના મોત થયા છે. આ ઘટના સવારે લગભગ 6.50 વાગ્યે બની હતી. આ ઘટના બાદ અત્યાર સુધીમાં 63 લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 51 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં મેડિકલ મદદ મળી રહી છે.

અહીં ઉત્તરી શાંક્સી પ્રાંતના લુલિયાંગમાં કોલસા કંપનીની બિલ્ડિંગમાં લાગેલી આગમાં 25 લોકોના મોત થયા છે. બિલ્ડીંગમાં આગ એટલી તીવ્ર હતી કે લોકોને બચાવવા મુશ્કેલ બની ગયા હતા. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

આ સાથે જ ઘટના સ્થળની નજીક બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ચીનના સ્થાનિક સરકારી મીડિયા સીસીટીવીના અહેવાલ મુજબ શાંક્સી પ્રાંતના લુલિયાંગ શહેરના લિશી જિલ્લામાં યોંગજુ કોલ કંપનીની ચાર માળની બિલ્ડીંગમાં આગ લાગી હતી.

આ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 6.50 વાગ્યે આ આગ લાગી હતી. ચીનમાં આગની ઘટનાઓ સામાન્ય છે બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ જાનહાનિનો આંકડો હજુ આંકવામાં આવી રહ્યો છે. તેમાંથી કુલ 63 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 51 લોકોને સારવાર માટે લુલિયાંગ ફર્સ્ટ પીપલ્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

આ સહિત રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સલામતીના નબળા માપદંડો અને નબળા અમલીકરણને કારણે ચીનમાં વ્યાવસાયિક અકસ્માતો સામાન્ય છે. આ વર્ષે જુલાઈ મહિનામાં દેશના ઉત્તર-પૂર્વમાં એક સ્કૂલ જિમની છત તૂટી પડતાં 11 લોકોનાં મોત થયાં હતાં. તેના એક મહિના પહેલા જ ઉત્તર-પશ્ચિમ ચીનમાં એક બાર્બેકયુ રેસ્ટોરન્ટમાં લાગેલી આગમાં 31 લોકોના મોત થયા હતા.

ચીનમાં અવારનવાર આગની ઘટનાઓ બાદ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે દેશવ્યાપી અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે એપ્રિલ મહિનામાં બેઇજિંગની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં 29 લોકોના મોત થયા હતા અને બચેલા લોકોને પોતાનો જીવ બચાવવા માટે બારીઓમાંથી કૂદી પડવાની ફરજ પડી હતી. ઈતિહાસની સૌથી મોટી દુર્ઘટના 2015માં ચીનના તિયાનજિનમાં થઈ હતી, જ્યારે કેમિકલ વેરહાઉસમાં વિસ્ફોટને કારણે 165 લોકોના મોત થયા હતા.